સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગુજરાત રાજ્ય હોમગાર્ડ દ્વારા રાજ્યકક્ષાનો મહિલા લીડરશીપ કેમ્પ ઝરોદ ખાતે ૧૨ દિવસ માટે યોજાયો હતો જેમાં ગુજરાત ના ૨૩ જીલ્લાના ૧૫૦ મહિલા હોમગાર્ડ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલી જીલ્લા મહિલા હોમગાર્ડ દક્ષાબેન ચોટલીયાએ સાંસ્કૃતિક પ્રવુતિ માં ત્રીજો ક્રમ મેળવી શિલ્ડ મોમેન્ટ મેળવ્યા હતા કેમ્પ દરમિયાન કેમ્પ કમાન્ડન્ટ રાણા સાહેબ, ટ્રેનિંગ ઓફિસર એચ.એમ. ચુડાસમા સાહેબ દ્વારા હોમગાર્ડ વિશેની વિવિધ ટ્રેનિંગ, ડ્રિલ, રાઈફલ, પરેડ, ફાયરીગ વગેરે બાબતોની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ તકે અમરેલી જીલ્લાના મહિલા હોમગાર્ડ દક્ષાબેન ચોટલીયા એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રાજ્ય લેવલે ત્રીજો ક્રમ મેળવી પુષ્પાબેન પરમાર ડીવીઝનલ કમાન્ડર અને એસ.ઓ. લીગલ અમદાવાદ શહેર તથા મધુમતીબેન યાદવ ડીવીઝનલ કમાન્ડર અને એસ.ઓ.લીગલ ગુજરાત રાજ્યના હસ્તે મોમેન્ટ મેળવ્યો હતો રાજ્યકક્ષા એ દક્ષાબેન ચોટલીયા દ્વારા અમરેલી જીલ્લાનું નામ રોશન કરવા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી તથા સ્ટાફ ઓફિસર અમીતગીરી ગોસ્વામી દ્વારા શુભેચ્છા પાઠવી હતી.


