સાંસદ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી રાદડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
કોરોનાકાળમાં જ્યારે લોકોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે લાકડાઓની પણ અછત સર્જાઈ હતી ત્યારે લોકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેમને ધ્યાનમાં લઈને ગાયત્રી મુક્તિધામના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા અને તેમની ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના સભ્યોને એક ઊતમ વિચાર કર્યો હતો જેમાં માનવ કલ્યાણ માટે વીરપુરના મુક્તિધામ સ્મશાનમાં ઇલેક્ટ્રિક સગડી ભઠ્ઠી મુકવાનું નક્કી કર્યું જેમને લઈને પર્યાવરણની જાળવણી પણ થશે અને લોકોનો સમય પણ બચે માટે ગાયત્રી મુક્તિધામ સમિતિ દ્વારા આ એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે.
જેમાં વીરપુર જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ દસ લાખ રૂપિયાનું અનુદાન આપ્યું તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય ચેરમેન તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અશ્ર્વિનાબેન ડોબરીયાની રજુઆત દ્વારા સરકારની જીલ્લા પંચાયત વતન પ્રેમ યોજના અંતર્ગત 22 લાખ જેટલી રકમની ગ્રાન્ટ મળેલ સાથે વીરપુર ગ્રામપંચાયત દ્વારા પણ બે લાખ જેટલી રકમ આ ભઠ્ઠી માટે ફાળવાઈ હતી તદ ઉપરાંત 30 લાખ રૂૂપિયા જેટલો વીરપુર ગ્રામજનોએ તેમજ વીરપુર આવતા ભાવિકોએ પણ આ ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં સહયોગ કર્યો હતો જેમને લઈને આ ઇલેક્ટ્રિક ભઠ્ઠી 65 લાખ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે તૈયાર કરેલ વીરપુરના સ્મશાનમાં મુકવામાં આવી હતી જે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું લોકાર્પણ પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ગાયત્રી મુક્તિધામની મહિલાઓ દ્વારા સમગ્ર મુક્તિધામ સ્મશાનને ફુલહારથી શણગારવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ,રાજકોટ જિલ્લામાં પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
હરેશ ભાલીયા જેતપુર


