Gujarat

રાજ્યના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દત પર હડતાળ પર ઊતરી જવાથી ગામડાઓમાં તમામ કામગીરી ઠપ્પ…

સમયસર નિવારણ લાવવામાં આવે તેવી માંગ સાથે ઊના તાલુકા સંયુક્ત સરપંચ મોરચો દ્રારા ડે.કલેક્ટરને રજુઆત..

ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દત પર હડતાળ પર ઊતરી જવાથી ગામડાઓમાં તમામ કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે. જેના કારણે લોકો અને વિધાર્થીઓ પોતાના દાખલા સર્ટી માટે હેરાન પરેશાન બની ગયા છે. જેનું સમયસર નિવારણ લાવવામાં આવે તેવી માંગ સાથે ગામડે ગામડે તલાટી આપો સરપંચોને ન્યાય આપોના સુત્રોચાર સાથે ઊના તાલુકા સંયુક્ત સરપંચ મોરચો દ્રારા ગામના સરપંચો તેમજ સરપંચ પ્રતીનીધીઓ ભરતભાઇ શિંગડ, ભીમભાઇ, જીણાભાઇ બાંભણીયા, અરજણભાઇ રાઠોડ, ભીમજીભાઇ સાંખટ સહીતના મોટી સંખ્યામાં ડે. કલેક્ટરને લેખીત રજુઆત કરી હતી..

 

રાજ્યમાં તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજથી તલાટી કમ મંત્રીઓ પોતાની માંગણીઓ માટે અચોક્કસ હડતાળ પર ઉતરી ગયાં છે. તેઓની અમુક માંગણીઓ જેવી કે ગ્રેડ પે, તલાટી અને રેવન્યુ મંત્રીઓના કામનું જોબ ચાર્ટ કે જેમાં બંનેની કામગીરી વિશે સામાન્ય પ્રજા પણ અસમંજસમાં મુકાયેલા છે કે ક્યું કામ કોની પાસે કરાવવું ઘણી વખત TCM ની ૧૦ દિવસ રાહ જોયા પછી ખ્યાલ આવે કે આ કામ તો રેવન્યુ મંત્રીએ કરવાનું છે વગેરે, પ્રમોશન, મંત્રીઓની ઘટ કે જેમાં ઉના તાલુકાના ૭૭ ગામો પૈકી ફક્ત ૨૯ TCM જ કાર્યરત છે જેથી તેઓ ગામડાઓના અરજદારોની સમયસર કામગીરી કરી શકતા નથી. અને વિવિધ પ્રશ્નો કે જેઓએ આપને તા.૧૪ જુલાઈ ૨૦૨૨ ના રોજ મોકલી આપેલ છે. જેને લઈ અગાઉ પણ વિવિધ પ્રશ્નોને લઈ હડતાળ પર ગયા હતા. અને હજુ પણ તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા તેઓ હડતાળ પર ગયા છે. તમામ તલાટી કમ મંત્રીઓના હડતાળ પર જવાથી ગામડાઓની મહત્વની કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે. અરજદારો પોતાના મહત્વના કામો માટે હેરાન થઈ રહ્યા છે. જેમાં આવક અને રહીશનો દાખલા, જન્મ મરણ નોંધણી, ડોમીસીયલ, ક્રીમીલીયર વગેરે જેવા મહત્વના પુરાવા મેળવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અરજદારોના મહત્વના કામો સમયસર ન થવાથી નોકરી પર જવાનું હોઈ અથવા શિક્ષણ માટે પુરાવાની જરૂર હોઈ તે ના મળતા બહુ મોટું નુકશાન અરજદારે ભોગવવાનું આવે છે. તેમજ ઈમરજન્સીમાં કોઈને હોસ્પીટલની જરૂર પડે તેમજ તેમાં આયુષ્યમાન ભારત કાર્ડની જરૂર પડે ત્યારે પણ આવક અને રહીશના દાખલાની જરૂર પડે છે જો તે સમયસર ના મળે તો કોઈનો જીવ પણ જઈ શકે છે.

 

ખરે ખર તલાટી કમ મંત્રીઓ ગામડાઓનું હ્રદય છે. અને જો હૃદયજ બંધ હોઈ તો ગામડું કેમ ચાલે ? માટે તલાટી કમ મંત્રી ઓની માંગણીઓ વ્યાજબી છે જેને ટેકો જાહેર કરી અને ગામડાઓમાં હવે પછી ગ્રામ પંચાયતો દ્વારા જ્યાં સુધી મંત્રી ઓની હડતાળ પૂરી ના થાય ત્યાં સુધી કોઈ કામગીરી કરવામાં નહી આવે. આવનારા સમયમાં તલાટી કમ મંત્રીના પ્રશ્નોનું નિવારણ લાવવા તેમજ ઝડપથી હડતાળ પૂરી થાય તેવી માંગ કરી હતી. આ ઉપરાંત ગામડાઓમાં વિકાસની કામગીરી પણ ઠપ્પ છે. તેમજ જે કામો થયા છે તેના ચૂંકવણા પણ થતા નથી.આમ વિવિધ પ્રશ્નો બાબતે પ્રાંત કચેરી ખાતે રજુઆત કરી હતી.

 

 

રાજ્યના-તલાટી-કમ-મંત્રીઓ-અચોક્કસ-મુદ્દત-પર-હડતાળ-પર-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *