Gujarat

રાજ્યના ૪ મોટા શહેરોનાં બજારોમાં ચિક્કાર ભીડ!!..

અમદાવાદ
રાજ્યભરમાં દિવાળી પહેલાની રજાઓમાં ખરીદીનો માહોલ જામ્યો છે. રાજ્યના ૪ મોટા શહેરોની બજારોમાં રવિવારે ચિક્કાર ભીડ જામી. અમદાવાદના ઓપન મોલ લાલદરવાજા વિસ્તાર, ભદ્ર મંદિર, ત્રણ દરવાજા, ઢાલગરવાડમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા. રાજકોટમાં પણ ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, ગુંદાવાડી સહિતની બજારોમાં ભીડ જામી છે. તો સુરતની વરાછા વિસ્તારની બજારોમાં પણ ખરીદી માટે લોકો ઉમટ્યા છે. આ બાજુ વડોદરાના મંગલ બજાર, નવા બજાર, માંડવી, લહેરીપુરા, રાવપુરા, અમદાવાદી પોળ સહિતના વિસ્તારમાં કાપડ, જવેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ જામી છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બુટ-ચપ્પલ અને નવા કપડાની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અમદાવાદના ઓપન મોલ લાલદરવાજા વિસ્તારમાં પણ ભારે ભીડ જાેવા મળી. ભદ્ર મંદિર, ત્રણ દરવાજા, ઢાલગરવાડમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. દિવાળીના પર્વને ખૂબ જ ઓછા દિવસ રહ્યા છે. ત્યારે લોકો દિવાળી અને નૂતન વર્ષ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવા માટે જરુરી તમામ સામાન બજારમાંથી ખરીદવા માગે છે. દિવાળી પહેલા આ શનિ-રવિની રજા હોવાથી બજારમાં રોજ કરતા પણ વધારે ભીડ જાેવા મળી. કોઇ પણ વસ્તુના ભાવો લાલ દરવાજા વિસ્તારમાં પ્રમાણમાં સામાન્ય વર્ગને પરવડે તેવા હોય છે. ત્યારે સસ્તા ભાવે વસ્તુ મળતી હોવાની માન્યતાને લઇને અહીં લોકોની વધુ ભીડ જાેવા મળે છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બુટ-ચપ્પલ, કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *