Gujarat

રાણપુર તાલુકામાં ૧૬,૦૫૨ બાળકોને વિવિધ જાહેર સ્થળોએ પોલીયો પીવડાવવામાં આવશે…

પોલીયો રવિવાર અંતર્ગત બોટાદ જિલ્લામાં ૦ થી ૫ વર્ષ ના ૮૯,૫૮૧ ભુલકાંઓને અપાશે  દો બુંદ જિંદગી કે
 બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી ૨૭ મી ફેબ્રુઆરી, ૨૦૨૨નાં રોજ પલ્સ પોલીયો અભિયાન યોજવામાં આવશે ત્યારે પોલિયો રવિવાર અંતર્ગત જિલ્લામાં ૮૯,૫૮૧ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આમ તો વિશ્વમાં પોલિયોની નાબુદી થઈ ગઈ છે પણ ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનીસ્તાનમાં હજી પણ પોલિયોનાં કેસ જોવા મળે છે જેથી પલ્સ પોલીયો અભિયાન છેડવામાં આવ્યું છે.બોટાદ જિલ્લામાં પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષ નાં બાળકોને પોલિયોનાં બે ટીપાં પીવડાવવમાં આવશે. જેમાં બોટાદ તાલુકમાં  ૩૯,૮૩૮ બાળકો, ગઢડા તાલુકામાં ૨૪,૫૮૦  બાળકો, બરવાળા તાલુકામાં ૯,૧૧૧ બાળકો અને રાણપુર તાલુકામાં ૧૬,૦૫૨ બાળકો મળી કુલ જિલ્લામાં ૮૯,૫૮૧ બાળકોને પોલીયો રસીનાં બે ટીપાં પીવડાવી પોલીયો મુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવશે.
પોલિયોની કામગીરી માટે આંકડાકીય વિગતોની વાત કરવામાં આવે તો કુલ ૩૫૮ બુથ પર ૭૧૬ ટીમ કાર્યરત રહેશે. એક બુથ પર બે ટીમમાં ૪ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં તા:-૨૭મી ફેબ્રુઆરી, ૨૦૨૨ને રવિવારનાં રોજ બુથ પર તથા તા:- ૨૮/૦૨/૨૦૨૨ થી
તા:- ૦૧/૦૩/૨૦૨૨ સુધી એમ કુલ બે દિવસ ઘરે ઘરે જઇ ને બાકી રહી ગયેલ બાળકોને પોલિયોનાં બે ટીપાં પીવડાવામાં આવશે. વધુમાં રેલ્વે સ્ટેશન, બસ ડેપો, મેળા, હાટ બજાર વગેરે સ્થળોએ ૨૩ ટીમ ત્રણ દિવસ કામ કરશે અને ઈંટના ભઠ્ઠા, પડાવીયા અથવા એવો વિસ્તાર કે જ્યાં પગપાળા પહોંચી ન શકાય એવા વિસ્તારમાં ૧૮ મોબાઈલ ટીમ દ્વારા આ કામગીરી કરવામા આવશે. આ કામગીરીમાં 100 ટકા સિધ્ધી મળે એ માટે જિલ્લા કક્ષાએથી તમામ તાલુકાઓમાં લાઈઝન અધિકારી નિમવામાં આવેલ છે.
બોટાદ જિલ્લાનાં તમામ નાગરિકોને પોતાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવી રાષ્ટ્રને પોલીયો મુકત બનાવવાનાં અભિયાનમાં સહભાગી થવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. રંગુનવાલા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *