બી.આર.સી ભવન રાણપુર ખાતે જુદા જુદા કાર્યક્રમો,સ્પર્ધાઓ અને દિન વિશેષની ઉજવણી થઈ હતી.જેમા રાણપુર તાલુકા શિક્ષણ કચેરી અને બી.આર.સી ભવનના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિ થીમ આધારિત જુદી જુદી સ્પર્ધાઓનુ આયોજન થયેલ.તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા તાલુકા કેળવણી નિરિક્ષક કરણસિંહ લીંબોલા રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહોબતસિંહ ચાવડા રાણપુર તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ કેશુભાઈ જોગરાણા રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક શૈક્ષિક સંઘના મહામંત્રી પ્રભાતસિંહ સોલંકી રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસમુખભાઈ પટેલ હાજર રહેલ તેમજ આજે માતૃભાષા દિવસની ઉજવણી અને છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ બી.આર.સી કો. રમેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે તાલુકાની તમામ પ્રા.શાળાની પુસ્તકાલયોને વાર્તાકાર ગીજુભાઈ બધેકાના બે પુસ્તકોનુ વિતરણ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમો મુ.કુમારશાળામા યોજાયેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
Attachments area


