Gujarat

રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે મંગળવારે

ઘનશ્યામ મહારાજનો દ્રિતીય વાર્ષિક પાટોત્સવ તથા શાકોત્સવ ઉજવાશે..
બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ ખાતે આવતીકાલે તારીખ-8-3-2022 ને મંગળવારે શ્રી ઘનશ્યામ મહારાજનો દ્રિતીય વાર્ષિક પાટોત્સવ તથા શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકૂળ ના સ્થાપક પૂજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી ના પાવન સાનિધ્ય માં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે સવારે 7 કલાકે શણગાર આરતી,7:30 કલાકે ઘનશ્યામ મહારાજ ને અભિષેક,સવારે 9 થી 11:30 સત્સંગ સભા,10 કલાકે સરપંચોના સન્માન,12 કલાકે અન્નકુટ આરતી,બપોરે 12 કલાકે શાકોત્સવ તેમજ આ પાટોત્સવ પ્રસંગે સવારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ નુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.આ દ્રિતીય પાટોત્સવ અને શાકોત્સવ પ્રસંગે ધામેધામ થી સંતો-મહંતો તેમજ રાજકીય આગેવાનો સહીત મોટી સંખ્યામાં હરીભક્તો હાજર રહેશે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220306-WA0478.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *