બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગૌમાતા પોષણ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.બરવાળા પાંજરાપોળના પ્રમુખ દીપકભાઈ રાણપુરા દ્વારા પશુઓ માટે ૭૫ દિવસની પદયાત્રા અષાડી બીજ થી શરૂ કરવામાં આવી છે.જે રાણપુર શહેરમાં આવી પહોચતા રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી,વેપારીઓ તથા ગ્રામજનો એ નારેચણીયાની વાડી ખાતે સ્વાગત કર્યુ હતુ અને જાહેર સભા યોજાઈ હતી જેમાં અબોલ પશુઓના નિભાવ ખર્ચ તેમજ જરૂરીયાત વિશે મંથન કરવામાં આવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

