રાજપીપળા
રાજપીપળામાં રેહતા મહેશ વસાવા રીક્ષા ચલાવી પત્ની, એક પુત્રી-એક પુત્રના નાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. પોતાની પુત્રી પ્રીતિને રમત ગમતમાં રુચિ હોવાનું પિતાને લાગતા એમણે પ્રીતિને ભણતરની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે આગળ વધારવાનું નક્કી કર્યું. પ્રીતિને ભણાવી પણ ખરી અને જિમ્નેસ્ટિકની ટ્રેનિંગ પણ અપાવી.હાલ પ્રીતિ વસાવા ધોરણ ૧૦ માં અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે આર્ટીસ્ટીક જિમ્નેસ્ટિકમાં પણ પોતાની કારકિર્દી બનાવી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી કોમ્પિટિશનમાં પ્રીતિએ અત્યાર સુધી ૩૦ જેટલા સર્ટિફિકેટ, ૭ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, એ અગાઉ નેશનલ કક્ષાએ પણ સિલેક્ટ થઈ ચૂકી છે.પ્રીતિએ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિકમાં નામના મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. હાલ પ્રીતિ વસાવાને સરકાર દ્વારા પ્રોત્સાહનના ભાગ સ્ટાઈપેન્ડ મળી રહ્યુ છે પણ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પણ એ આદિવાસી દીકરીને સન્માનિત કરે તો એને વધુ પ્રોત્સાહન મળે એમ છે.નર્મદાના રાજપીપળાના આદિવાસી રિક્ષાચાલકની ૧૬ વર્ષીય દીકરીની જેણે પોતાની અતૂટ મહેનતના જાેરે જિમ્નેસ્ટિકમાં મેળવ્યા ૭ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવારની સાથે સાથે નર્મદા જિલ્લાનું નામ પણ દેશમાં રોશન કર્યું છે.
