ત્રણ વર્ષ પૂર્વે તારીખ 1/1?2019 ના રોજ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવ્યાની ઘટના ના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે,છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની સરહદે આવેલ ખડકવાડા અને મોટીકનાસ ગામ વચ્ચે આવેલ ઓરસંગ નદીના પટમાં રેતી ખનન કરવા હદ બાણને લઈ બંને ગામના લોકો વચ્ચે વિવાદ થતા તંત્ર દ્વારા માપણી કરાવ્યા બાદ ખનન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું છતાં રાત્રી દરમિયાન ખડકવાડાના ગુમાન રાઠવા દ્વારા હિટાચી મશીન દ્વારા ખનન શરૂ કરી દેવાતા મોટિકનાસ ગામના લોકો તેને અટકાવવા ગયેલ ત્યારે હાથમાં પોતાના પિતાના લાયસન્સ વાળી બે નાળીની બંદુક લઈને ઉભેલ ખુમાન રાઠવાએ રાયસિંગ રાઠવાને છાતીમાં ફાયરિંગ કરી ગોળી ધરબી દેતા તેનું મોત નીપજ્યું હતું ,દરમિયાન થયેલ ઘર્ષણ મા ગુમાન રાઠવા અને અન્ય એક સાગરીત પણ ઇજાગ્રસ્ત થયો હતો, બનાવ અંગેની ફરિયાદ મૃતકના ભાઈએ રંગપુર પોલીસ મથકમાં નોંધાવી હતી જે અંગેનો કેસ છોટાઉદેપુરની સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્ર પરમાર ની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ફાયરિંગ કરનાર આરોપી ગુમાન રાઠવાને IPC ની કલમ 302 અંતર્ગત આજીવન કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ ઉપરાંત આર્મ્સ એકટ હેઠળ 3 વર્ષની કેદ તેમજ ગુમાન રાઠવાના પિતા કે જેમના નામના લાયસન્સ વાળી બંદુક નો ઉપયોગ કરાયો હોવાને લઇ ગુમાન રાઠવાના પિતા રીંછડીયા રાઠવાને પણ ત્રણ વર્ષની કેદ અને દંડ ની સજા ફટકારી છે,ત્યારે મૃતક રાયસિંગ રાઠવાના પરિવારને પોતાના પરિવારનો દીકરો ગુમાવ્યાનું દુઃખ તો છે પરંતુ ત્રણ વર્ષે ન્યાયાલય તરફથી ન્યાય મળ્યાનો સંતોષ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


