જે દર્દીઓને પગમાં ડાયાબિટીસના કારણે થતા ઘાવ, પગ કાપ્યા પછી, ઓપરેશન પછી ના રુઝાતા ઘાવ, પગમાં ફૂલેલી નસોના લીધે થતા ઘાવ, હાથ-પગની નસો બંધ થવાના લીધે થતાં ઘાવ, કોઈપણ પ્રકારનો સડો, હાથ-પગમાં થતું ગેંગરીન, પગમાં ચેપ લાગવો, રસી થવી, જીવડાં પાડવા, કોઈપણ પ્રકારનો લાંબા સમયથી ના રુઝાતો ઘાવ વગેરે જેવી સમસ્યાઓ માટે આગામી તા.૦૫ ડિસેમ્બર, સવારે ૦૯થી ૧૨ અને સાંજે ૦૪થી ૦૬ દરમિયાન ઓ.પી.ડી. નં.૦૧, રુમ નં. ૧૦૬, પંચકર્મ ભવન, ગુલાબ કુંવરબા આયુર્વેદ હોસ્પિટલ, જામનગર ખાતે રાહત દરે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે આર.એમ.ઓ. શ્રી ડો. જોયલ પટેલ, I.T.R.A. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
