Gujarat

લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના જુનાગઢ , ગીર સોમનાથ જિલ્લા ટીમ દ્વારા યોજાયો સન્માન સમારોહ

સાગર નિર્મળ
જૂનાગઢ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમસ્ત લુહાર દેશાવર પ્રભાસ ધર્મશાળા સોમનાથ ખાતે સિંહસ્થ સેનાનાં જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લા ટીમ દ્વારા જિલ્લા તથા તાલુકા ટીમના હોદા ફાળવણી તથા નિમણુંક પત્ર એનાયત સાથે શપથ ગ્રહણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
જ્યાં LYS SS ગૃપનાં સ્થાપક તથા રાષ્ટ્રીય મહાઅધ્યક્ષ મયુરધ્વજ પિત્રોડા સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્ર હંસોરા અને રાષ્ટ્રીય યુવાદળ સચિવ જયદિપ પિત્રોડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ અલ્પેશ પરમાર સાથે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી રાજેશ પિત્રોડા તેમજ મોરબી જિલ્લા પ્રમુખ વાસુદેવ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમા સોરઠિયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી ટ્રસ્ટીઓ સાથે પ્રાચી સમસ્ત લુહાર સમુહ લગ્ન સમિતિ સાથે પ્રાચી લુહાર સમાજ જ્ઞાતિ ટ્રસ્ટીઓ, ભાલકા તીર્થ લુહાર સમાજ જ્ઞાતિ ટ્રસ્ટીઓ, સમસ્ત દેશાવર લુહાર ધર્મશાળા ભવનાથ, લુહાર દેશાવર પ્રભાસ ધર્મશાળા સોમનાથ ટ્રસ્ટીઓ વગેરે મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ દર્શાવી હતી.
લુહાર સમાજ મીડિયા એસોસીએસનના પરેશ દાવડા, વિનોદ મકવાણા, તેમજ વિશ્વકર્મા પત્રકાર સંઘ ગુજરાત મેમ્બરો વગેરે પ્રેસ મિડીયાની હાજરીથી કાર્યક્ર્મ દીપી ઉઠ્યો હતો.
આ કાર્યક્રમના ઉપસ્થિત તમામ મંડળ, મહેમાનો, પત્રકારો અને સિંહસ્થ સેના રાષ્ટ્રીય ટીમ દ્વારા મોમેંટો દ્વારા સન્માનિત કરી નવાઝવામાં આવ્યા હતા, ઉદઘોષક રમેશ ચુડાસમાને લુહાર યુવા ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો.
આ કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે LYS SS ગૃપ જુનાગઢ જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી જહેમત ઉઠાવી હતી.

IMG-20220508-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *