Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા સંખેડા પો.સ્ટે. વિસ્તારના ગોલાગામડી એમ.પી. વસાહતમાંથી કિ.રૂ.૨૬,૧૪૫/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓેને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુંસંધાને ઇન્ચા. પો.ઇન્સ એચ.એચ.રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સંખેડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે ગોલાગામડી એમ.પી. વસાહત ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી પ્રોહીબીશન એકટ મુજબ સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220216-144605_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *