Gujarat

લોહાણા મહા પરિષદ છાત્રાલય સમિતિ દ્વારા લોહાણા સમાજ ની તમામ છાત્રાલય ની મિટિંગ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી ના અધ્યક્ષ સ્થાને આગામી ૧૧સપ્ટે. ના રોજ અમદાવાદ ખાતે મળશે    

ગિરગઢડા
  ભરત ગંગદેવ
 લોહાણા મહા પરિષદ છાત્રાલય સમિતિ ની એક અગત્ય ની મિટિંગ અમદાવાદ કાકરિયા લોહાણા મહાજન વાડી ખાતે તા. ૧૧સપ્ટે. ના રોજ નિયત એજન્ડા મુજબ મળનાર છે જેમા દેશ ભરની ૮૫ ઉપરાંત લોહાણા સમાજ ની કાર્યરત અને બંધ હોસ્ટેલ ના ટ્રસ્ટી અને વહીવટ કરતા ઓ ની અગત્ય નિ મિટિંગ મળનાર છે જેમાં કાર્યરત છાત્રાલય ની સુખ સુવિધા એડમિશન અંગે ની સરળ પ્રક્રિયા અને એ અંગે જરૂરિયાત બાબતે અને બંધ છાત્રાલય ને કાર્યરત કરવા અને જ્યાં સંખ્યા અને એજ્યુકેશન ની વિશાળ તક ન હોય આવિ બંધ છાત્રાલય હોસ્ટેલ નુ જે તે વિસ્તાર ના ટ્રસ્ટી ઓ જ એ ટ્રસ્ટ મા રહી અને જ્યાં જરૂરિયાત છે એવા સેન્ટર મા સ્થળાંતર કરવા માટે નુ માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ ની નવી છાત્રાલય ના નિર્માણ માટે આયોજન અંગે ચર્ચા કરી અમદાવાદ મુંબઈ પુના રાજસ્થાન કોટા નાસિક જેવા સેન્ટર મા લોહાણા સમાજ માટે નવી છાત્રાલય ના નવ નિર્માણ માટે દાતા ઓ બંધ છાત્રાલય ના ટ્રસ્ટી  ઓ ને કે સામાજિક ટ્રસ્ટ ના વહીવટ કરતા ઓ ને યોગ્ય માર્ગદર્શન સાથે અપીલ કરવામાં આવશે લોહાણા મહા પરિષદ પ્રમુખ  સતિષભાઈ વિઠલાણી નુ વિજન એજ્યુકેશન અને લોહાણા સમાજ ના દીકરા દીકરી ઓ ને એજ્યુકેશન બાબતે સતત કાળજી લઈ હોશિયાર વિદ્યાર્થી  સગવડ ના અભાવે એજ્યુકેશન થી વંચિત ન રહે એવા વિજન મુજબ આ મિટિંગ નુ આયોજન કરવામાં આવેલ છે અને અમદાવાદ મહા પરિષદ નિ પૂરી ટીમ ખંત પૂર્વક તૈયારી કરી રહેલ છે અંત મા છાત્રાલય સમિતિ ના ચેરમેન યોગેશભાઈ ઉનડકટ અને હસમુખભાઈ જોબનપુત્રા એ દેશ ભરની ૮૫ ઉપરાંત છાત્રાલય ને યોગ્ય એજન્ડા મોકલી આપેલ છે અને સતત કોન્ટેક કરિ લોહાણા સમાજ ની દરેક છાત્રાલય ના પ્રતિનિધિ ટ્રસ્ટી વહીવટ કરતા આ મિટિંગ મા અચૂક હાજરી આપે એવી અપીલ વિનંતી સાથે આમંત્રણ પાઠવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *