વંથલીમાં વૃક્ષ વાવેતર અને સંવર્ધનના સંદેશ સાથે ૭૩મો વન મહોત્સવ ઉજવવામાં આવશે.
વંથલીના સ્વ. શ્રી પુંજાભાઈ મહિદાસભાઈ ચાંગેલા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમ ખાતે આસિસ્ટન્ટ કલેકટરશ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને તા.૨૯-૮-૨૦૨૨ના રોજ સાંજે ૦૪ કલાકે ૭૩માં વન મહોત્સવની ઉજવણીની સાથે ઘનિષ્ઠ વૃક્ષ વાવેતર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવશે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મૈતર, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન વામજા, જિલ્લાના રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ શ્રી બળદેવસિંહ સરવૈયા સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહેશે.
