જૂનાગઢ
વંથલીમાં ભાણાવાવ ચોકમાં રહેતા વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ સુરેશભાઇ જેઠવા (ઉ.વ. ૪૧) ગઈકાલે સવારે નિત્યક્રમ મુજબ દર્શન કરી રબારીવાડાના નાકા પાસે આવેલ એક દુકાનએ અખબાર વાંચવા ઉભા હતા. એ સમયે વંથલી નગરપાલિકાના સભ્ય ઝાંઝીબેન હુણના પતિ રૂડાભાઈ રાણાભાઈ હુણે આવીને દિવ્યેશભાઈને કહ્યું હતું કે, “કેમ અમારા વંથલી પાલિકાના કામમાં વિરોધ કરો છો અને અમારા કોઈ કામ થવા દેતા નથી” તેમ કહ્યું હતું. “હું પાલિકાનો સભ્ય નથી અને હું કામ ક્યાં રોકાવવા આવ્યો.” આ સાંભળી ઉશ્કેરાઇ ગયેલા રૂડાભાઈ ગાળો આપવા લાગ્યા હતા. જે આપવાની ના પાડી હતી ત્યારે તેમનો પુત્ર જગદીશ ઉર્ફે જગો ત્યાં આવી દિવ્યેશભાઈને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. બાદમાં દિવ્યેશભાઈ ત્યાંથી જતા હતા ત્યારે બંન્ને પિતા-પુત્રએ તું હવે ભાજપ પ્રમુખમાંથી રાજીનામું આપી દે જે નહિતર પાછો મળીશ ત્યારે જાનથી મારી નાંખશું એવી ધમકી આપી હતી. આ ઘટના અંગે વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ જેઠવાએ રૂડાભાઈ રાણા હુણ અને જગદીશ ઉર્ફે જગા રૂડા હુણ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૨૯૪ -બી, ૫૦૬-૨, ૧૧૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બનતા શહેરભરમાં ચકચાર પ્રસરી ગઈ હતી.જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર ભાજપ પ્રમુખને પાલિકાના મહિલા સભ્યના પતિ અને પુત્રએ “અમારા પાલિકાના કામમાં કેમ વિરોધ કરો છો અને કામો કેમ થવા દેતા નથી” તેવું કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત શહેર ભાજપ પ્રમુખમાંથી રાજીનામું આપી દે જે નહિંતર મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે શહેર પ્રમુખે હુમલો કરનાર પિતા-પુત્ર સામે ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.


