રાજકોટ
રાજકોટ શહેરના અક્ષરમાર્ગ પર ગઇકાલે બપોરના સમયે ટ્રાફિક વિભાગની એક ટોઇંગ વાન આવી હતી અને તે ‘નો પાર્કિંગ’માં રહેલ વાહનો ટોઇંગ કરતી હતી જાે કે આ સમયે ટોઇંગ વાનમાં કોઈ પોલીસકર્મી હાજર ન હતા માત્ર ડ્રાઈવર અને હેલ્પર જ હતા જેથી એક જાગૃત નાગરિકે તેનો મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે આજ રોજ ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાએ ડ્રાઈવર તેમજ હેલ્પરની હકાલપટ્ટી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે વેલ્ડિંગ કરાવવા બહાને કાર લઇ ગયા હોવાનું અને કંટ્રોલમાં એન્ટ્રી કરાવી ન હોવાનું સામે આવતા તેમને ફરજ પરથી દૂર કરી કોન્ટ્રાકટરને કડક સૂચના આપવામાં આવી છે. સાહેબની સૂચના છે માટે હું તેમના વગર વાહન ટોઇંગ કરવા આવ્યો છું. સાહેબે કીધું છે ચાર ગાડી ભરી (ટોઇંગ) આવતા રહો માટે અમે આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે હાલ આ ડ્રાઈવર અને હેલ્પરની હકલપટ્ટી જરૂર થઇ છે પરંતુ આજ રીતે દરેક ટોઇંગ વાહન પર સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવે તો અનેક ગેરરીતિ સામે આવી શકે તેમ છે.રાજકોટ શહેરમાં ટ્રાફિકને અડચણ રૂપ વાહનો ટો કરવા માટે રાજકોટ પોલીસ દ્વારા કોન્ટ્રાકટ વાહનો અને કર્મચારી સાથે કામ કરવામાં આવે છે જેમાં એક પોલીસકર્મી પણ સાથે હોય છે પરંતુ એક કોન્ટ્રાકકર્મી તેના હેલ્પર સાથે પોલીસકર્મીને સાથે લીધા વગર ગાડી લઈ નીકળ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગાડી લઇને નીકળેલા ડ્રાઈવર અને હેલ્પરની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
