Gujarat

વંથલી: વસપડા ગામમાં બાબાસાહેબ ની જન્મજયંતિ ધામે ધૂમે ઉજવવામાં આવી…

સમસ્ત દલિત સમાજ વસપડા દ્વારા આયોજન કરવામાં આવ્યું.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડા ગામમાં ગત તારીખ 26 એપ્રિલના રોજ વિશ્વવિભુતી,મહામાનવ, દલિતો, શોષિતો, વંચિતો,પીડિતોના મસીહા,મહિલાઓના મુક્તિદાતા,પોતાની કલમે ભારતનું બંધારણ ઘડનાર ડો.ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ નિમિતે ડી.જે ના તાલ સાથે વસપડા ગામની બજારમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શોભાયાત્રા દરમિયાન દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.બાદમાં રાત્રે ભીમ ભોજન અને ભીમભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ભીમભજનમાં બહુજન કલાકાર શોભનાબેન દાફડા,બહુજન સાહિત્યકાર દિનેશભાઈ ગોહેલ,જયદીપ બોરીચા સહિતના કલાકારો દ્વારા ભીમ ભજન ની જમાવટ બોલાવવામાં આવી હતી.  આ કાર્યક્રમના ઉદઘાટક દલિત અગ્રણી મુકેશભાઈ ચૌહાણ ના હસ્તે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા સાથે સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ ખટારિયા સહિત જૂનાગઢ જિલ્લાના તમામ  દલિત સમાજના આગેવાનો, વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

FB_IMG_1651057744452.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *