Gujarat

વડતાલ મંદિરમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ૨૪ હજારના મુદ્દામાલની ચોરી

નડિયાદ
સુરતના અમરોલી પોલીસ સ્ટેશન સામે પાર્થ સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષિય જય ચંદુભાઈ સખિયા પોતાના મિત્રો હાર્દિક જીવાણી, કલ્પેશ સવાણી, કીર્તિકુમાર પેથાણી અને નિકુંજ ભાદાણી સાથે ગત ૨૭મી માર્ચના રોજ કાર નં (જીજે-૦૩-જેસી-૫૪૬૬) લઈને એલ.એમ ની પરીક્ષા આપવા વિદ્યાનગર ખાતે આવ્યા હતા. તેમણે ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી રોકાણ કર્યુ હતું. તેમણે પોતાની કાર મંદિરના જુના બસ મથક પાસે આવેલા પાર્કિંગમાં પાર્ક કરી હતી. ઉતારાની જગ્યાએ પાર્કિંગમાં જગ્યા ન હોવાને કારણે તેમણે આ કાર અહીંયા પાર્ક કરી હતી. ગાડીને લોક કરી તમામ મિત્રો સંધ્યા આરતીમાં ગયા હતા. જેના બાદ ગાડી લઇ ઉતારાના પાર્કિંગમાં પાર્ક કરતા હતા ત્યારે ગાડીના ડ્રાઈવરે સાઈડનો કાચ તૂટેલી હાલતમાં જાેયો હતો. જેથી તપાસ કરતાં અંદર મુકેલી તમામ મિત્રોની બેગ હાજર નહોતી. જે જાેઈ તમામ મિત્રો ચોંકી ઉઠ્‌યા હતા. આ ચોરાઈ ગયેલી બેગમાં મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૪ હજાર તથા રોકડ રૂપિયા ૧૦ હજાર તેમજ અન્ય સામાનની ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પછી આ તમામ મિત્રોએ મંદિરના પાર્કિંગ એરિયાના સીસીટીવી ચેક કરતા કોઈ ઈસમ ઈનોવા કાર લઇ આવ્યો હોવાનું નજરે ચડ્યું હતું. જેણે ઉપરોક્ત કારના કાચ હથોડીથી તોડી છ બેગ લઈ જતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. આ સમગ્ર મામલે જય ચંદુભાઈ સખીયાએ ગઈકાલે બુધવારે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરતના મિત્રો કાર લઈને વલ્લભવિદ્યાનગર ખાતે એલએલએમની પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને ચોરીનો? ભોગ બન્યા હતા. વડતાલ મંદિરના પાર્કિંગમા ખાતે પાર્ક કરેલી કારના કોઈ ઈસમ કાચ તોડી રૂ. ૨૪ હજારના મુદ્દામાલની ચોરી આચરી ફરાર થયો છે. જેથી આ મામલે ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *