Gujarat

વલસાડમાં ક્રેનની મદદ મેળવી અગ્નિ વીર ગૌરક્ષક દળની ટીમે બળદનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું

વલસાડ
વલસાડ તાલુકાના ઊંટડી ગામ ખાતે આવેલી એક વાડીમાં કૂવામાં ખાબક્યો હતો. કુવામાં કંઈક પડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો ખેત મજૂરો તાત્કાલિક કુવા પાસે આવી પહોંચ્યા હતા અને ચેક કરતા કૂવામાં બળદ પડેલી હાલતમાં મળ્યો હતો. બળદને બચાવવા સ્થાનિક લોકોએ ગામના આગેવાનો અને અગ્નિવીર ગૌ રક્ષક દળની ટીમની મદદ મેળવી હતી. અગ્નિવીર ગૌ રક્ષક દળની ટીમેં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા ક્રેનની મદદ મેળવી અગ્નિ વીર ગૌરક્ષક દળની ટીમે બળદનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. કુવાના પાણીમાં અચાનક બળદ પડતા ગભરાઈ ગયો હતું. જેથી રેસ્ક્યુ ટીમને બળદને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરતા ૧ કલાકથી વધારેનો સમય લાગ્યો હતો. બળદને પાણીમાં શાંત પાળ્યા બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વલસાડ તથા આજુબાજુના પંથકમા રસ્તે રઝળતા તથા ઇમરજન્સીના સમયે અબોલ જીવોનુ રક્ષણ કરવા માટે તત્પર રહેતી અગ્નિ વીર ગૌરક્ષક દળની ટીમે ગૌ વંશની રક્ષા કરવા તત્પર રહે છે. અગ્નિ વીર ગૌ સેવા દળના કાર્યકરો રાત દિવસ જાેયા વિના અકસ્માતે ઇજા પામેલ, બીમાર, ગટર કે ગરનાળા, કુવામાં પડી ગયેલ, રસ્તામા લડાતા આખલાઓને કાબુમા લેવા, ગૌ વંશની સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વિના નિસ્વાર્થ સેવા કાર્યથી ગૌ માતાઓ તથા અબોલ જીવો માટે દેવદુત સમાન સાબિત થઇ રહ્યા છે.વલસાડ તાલુકાના ઊંટડી ગામ ખાતે એક વાડીમાં આવેલા કૂવામાં અગમ્ય કારણોસર બળદ પડી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનક લોકોને થતા ગામના અગ્રણીઓ અને અગ્નિ વીર ગૌ રક્ષક દળની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વલસાડ અગ્નિ વીર ગૌ રક્ષક દળની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદ વડે બળદનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *