વલસાડ
વલસાડમાં રક્તની અછતને પહોંચી વળવા અને જરૂરિયાત મંદોને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કેન્દ્ર ખાતે પ્રેસ કલબ ઓફ વલસાડ, અતુલ રૂરલ ડેવલપમેન્ટજ ફંડ, સાંઇનાથ સેવાભાવી મંડળ-બીનવાડા તેમજ વલસાડ રક્તફદાન કેન્દ્ર ના સહયોગથી રક્તરદાન કેમ્પેનું આયોજન કરાયું હતું. જેમાં ૧૫૬ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યબ મહેમાન તરીકે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ્ વિભાગના મંત્રી કનુ દેસાઈ, આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠો વિભાગના મંત્રી નરેશ પટેલ, જિલ્લા કલેક્ટઆર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, સીડબ્લ્યુસીના ચેરમેન સોનલ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિોત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રેસ ક્લબ ઓફ વલસાડના પ્રમુખ ઉત્પલ દેસાઈ, સહિત હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં પત્રકારો, મહિલાઓ અને ઉપસ્થિત મહેમાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ૧૫૬ બોટલ રક્ત એકત્ર કર્યુ હતું. આ પ્રસંગે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડાના યોગેશ પટેલ તથા વલસાડ રક્તદાન કેન્દ્ર તથા પ્રેસ ક્લબ ઓફ વલસાડના તમામ સભ્યોના સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો હતો.


