આગામી તારીખ ૨૯/૯/૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ મહાઆરતીનું લાઈવ પ્રસારણ જૂનાગઢ જિલ્લામાં અંબાજી માતાના મંદિર ગિરનાર અને વાઘેશ્વર મંદિર થી નિહાળી શકાશે.
તારીખ ૨૯/૯/૨૦૨૨ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેમની આ મુલાકાત દરમિયાન જીએમડીસી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને શ્રદ્ધાળુઓ લાઈવ પ્રસારણ જૂનાગઢ જિલ્લામાં અંબાજી માતાના મંદિરથી અને વાઘેશ્વર મંદિર થી નિહાળી શકશે. જેનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
