ભરૂચ
મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી વ્રજવીલા સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષિય સમાધાન અજાબરાવ પાટીલ પોતાની મોટરસાઇકલ નંબર-જી.જે.૧૬.એ.બી.૯૬૮૪ લઈ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૭૬૯૭ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સમાધાન પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદથી અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.


