આંગણવાડીમાં ચાલતી ગેરરીતિઓ ચલાવી લેવા સંગઠનનાં જોરે અધિકારીને દબાણવશ કરવાનો કિસ્સો આવ્યો પ્રકાશમાં
વેરાવળ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલતા બંદર રોડ ૧/૩૦ના આંગણવાડી વર્કર સુનિતાબહેન એસ. ચુડાસમા દ્વારા આંગણવાડી કેન્દ્રનાં ચેકીંગ બાબતે મનદુઃખ રાખી આંગણવાડી કેન્દ્રનાં અધિકારી પૂનમબહેન સિરોદરીયાને દબાણવશ કરવાના ઇરાદે ધાકધમકીઓ આપી હોવાની વિગતો મળીરહી છે. આંગણવાડીમાં દર સોમવા૨ અને ગુરુવારે બાળકોને તાજા ફળ આપવા આવે છે પરંતુ સુનિતાબહેન પોતે આંગણવાડી કેન્દ્રમાં ફરજ ઉપર હાજર નહોય અને તેમનાદ્વારા જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. આંગણવાડી કેન્દ્રનાં વિસ્તારમાં આવેલા લાભાર્થીની મુલાકાત લેવા જતા અધિકારીને ટેલિફોનીક ધમકીઓ આપી રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પૂનમબહેન સિરોદરીયા દ્વારા લેખિતમાંજણાવવામાં આવેલ છે. બધા લાભાર્થી વધુ ઉધારે છે તો તમે એક અધિકારી જ અમોને કેમ રોકો છો તેવું જણાવી ફરજમાં રૂકાવટ
સાથે ધમકીઓ આપતી હોવાની ઓડ્યોક્લિપ હાલ આંગણવાડી ગ્રુપમાં વાયરલ થયેલ છે ત્યારે અહીં સવાલ એ ઉઠે છે કે અગાઉ કોઈ ભ્રષ્ટાચાર થતો હશે કે કોઈ ગેરરીતિ થયેલ હશે કે કેમ અને બધા અઘિકારીઓ પણ ક્યાંક આવા ભ્રષ્ટાચારમાં સામેલ તો નહી હોય? સરકારી અધિકારી તરીકે
ફ૨જ બજાવતા પૂનમબહેનને તેમના નેજા હેઠળ જ કામ કરતા સુનીતાબહેન દ્વારા ધાકધમકી આપી હોવાની વેરાવળ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે જેમા સ્પષ્ટ જણાવેલ છે કે સુનિતાબહેન સંગઠન રચીને અધિકારીને દબાણવશ કરી પોતાની મનમાની ચલાવી ભ્રષ્ટાચાર આદરવાં પ્રયત્ન કરે છે અને જો અધિકારી સહમત ન થાય તો જોખમમાં આવી જવાની અને ઉંધે કાને પકડીને નાખવાની
ધમકીઓ પણ ઉચ્ચારી રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા પગલાંઓ લેવામાં આવશે કે કેમ તેવા પણ સવાલોએ આંગણવાડી વર્તુળમાં ચર્ચાય રહ્યા છે. જો કે આંગણવાડીમાં ચાલતા ભ્રષ્ટાચારીઓમાં આ કિસ્સાથી
ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
એક તરફ સરકાર દ્વારા કુપોષણ મુક્ત ભારત માટે પ્રયાસ કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારી કર્મચારીઓ પોતાના ખિસ્સાઓ ભરવામાં કોઈ છોડતા નથી ત્યારે વહીવટી તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.
