Gujarat

વેરાવળમાં આંગણવાડીમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો જથ્થો પૂરતા પ્રમાણમાં વિતરણ થતું નથી: ભારે દેકારો

ઓનલાઈન કામગીરી હોવા છતાં પુરતો જથ્થો આપવામાં વહીવટીતંત્ર નપાણું પુરવાર (પેટા હેડીંગ)
૨૩૬૪ કિલો તુવેરદાળનો જથ્થો આવેલ ન હોવાથી મચ્યો હોબાળો (પેટા હેડીંગ)
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં ગુજરાત સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો હેઠળ મોટાભાગના આંગણવાડીકેન્દ્ર પરથી લાભાર્થીને રો-રાશનમાં ૨-કિલો ચણા, ૧-કિલો તુવેરદાળ અને ૧ લીટર સીંગતેલ આપવામાં આવે છે પરંતુ ગણ્યા ગાઠીયા આંગણવાડી કેન્દ્ર પર ૨-કિલો ચણા અને ૧ લીટર સીંગતેલ આપવામાં આવી રહ્યું છે પરંતું ૧-કિલો તુવેરદાળનો જથ્થો આવ્યો ના હોવાનું કહીને લાભાર્થીને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પૂરો લાભ મળતો ના હોવાની ચોકાવનારી વિગત મળી રહી છે.
તંદુરસ્ત અને સુપોષિત બાળકના જન્મ માટે માતાનું તંદુરસ્ત અને નિરોગી હોવું ખુબ જ જરૂરી હોય અને માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity” તરીકે ઓળખવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ માટેની પાત્રતા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રથમ સગર્ભા અને પ્રથમ બાળકના જન્મથી ૨ વર્ષના બાળકોની માતા કે, જે આધારકાર્ડ ધરાવતા અને આરોગ્ય વિભાગના સોફટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોધાયેલ લાભાર્થીને રો-રાશનમાં ૨-કિલો ચણા, ૧-કિલો તુવેરદાળ અને ૧ લીટર સીંગતેલ આપવામાં આવી રહ્યા છે જેથી લાભાર્થી માત્તાઓને અન્ન સાથે પૂરતા પ્રમાણમાં પ્રોટીન ફેટ તેમજ સુક્ષ્મ પોષકતત્વો પણ મળી રહે તેવા પ્રય્તન હાથ ધરવામાં આવી રહ્યા છે.
વેરાવળમાં મળેલ ચોક્કસ માહિતી મુજબ અમુક આંગણવાડીમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીને રો-રાશનમાં ૨-કિલો ચણા, ૧-કિલો તુવેરદાળ અને ૧ લીટર સીંગતેલ આપવામાં આવે છે તો અમુક આંગણવાડીમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીને રો-રાશનમાં ૨-કિલો ચણા અને ૧ લીટર સીંગતેલ જ આપી સંતોષ મનાવવામાં આવી રહ્યો છે જયારે ૧-કિલો તુવેરદાળ આપવામાં આવતી નથી અને ઘણા આંગણવાડી કેન્દ્ર પર જથ્થો આવેલ ના હોવાનું કહીને લાભાર્થીઓ ધક્કા ખાતા નજરે જોવા મળી રહ્યા છે.
ગીર સોમનાથ વેરાવળમાં આંગણવાડી કેન્દ્રમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીને આપવામાં આવતી વસ્તુઓ લેવા માટે આંગણવાડી સંચાલિકા બહેનોને ૪ કિલોમીટર કરતા વધુ દુર રેશનીગની દુકાને જવાની ફરજ પડે છે તો બીજી તરફ આંગણવાડી સંચાલિકા બહેનો પોતાના પદરના રૂપિયા ચૂકવે છે અને ૨૦૦ થી ૩૦૦ રૂપિયાની નુકશાની ભોગવાની ફરજ પડી રહી છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો હેઠળ વેરાવળમાં માટે ૧૬૭૨૮ કિલો ચણા આવેલ હતા. જ્યારે ૮૩૬૪ લીટર સીંગતેલ ફાળવવામાં આવ્યું છે તેમજ ૬૦૦૦ કિલો તુવેરદાળ ફાળવવામાં આવેલ છે ત્યારે ૧૭૧૬ કિલો જથ્થો શહેર વિસ્તારની આંગણવાડી માટે અને ૬૪૮ કિલો જથ્થો ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી માટે કુલ ૨૩૬૪ કિલો જથ્થો આવક ના હોવાથી વિતરણ માટે વિક્ષેપ પડ્યો છે તેમજ ફાળવવાનો બાકી હોવાનું ગોડાઉન મેનજર જીવાભાઈ ભજગોતર દ્વારા જણાવવામાં આવેલ છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પોગ્રામ ઓફિસર હીરાબને રાજ્શાખા દ્વારા જણાવ્યા મુજબ “રેશનીગને ત્યાંથી આંગણવાડી વર્કર બહેનોએ લેવા જવાનું હોય છે” હું રજા પર છું જગત કરીને છે તેમનો સંપર્ક કરો હું તમારા નંબર તેમને આપી દઈશ. જો કે જવાબદાર આધિકારી દ્વારા પણ “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” માટે પરિવહનખર્ચ માટે આંગણવાડી વર્કર બહેનોને કોઈ પણ જાતની રકમ ચુકવાતી હોવાની સ્પસ્ટતા કરવામાં આવી ના હતી.
હાલ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બોકસ
તપાસ થવા માગણીઓ ઉઠવા પામી.
ગીરસોમનાથ જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવા સ્થાનીક લોકોએ કરી માંગણી.
બોકસ
શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના?
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત રો-રાશનમાં ૨-કિલો ચણા, ૧-કિલો તુવેરદાળ અને ૧ લીટર સીંગતેલ આપવામાં આવી રહ્યા છે
બોકસ
શા માટે છેવાડાનાં લાભાર્થી સુધી લાભ મળતો નથી?
ગુજરાત સરકાર દ્વારા પોષણ સ્તરમાં સુધારો લાવવા યોજનાઓ તો અમલમાં આવે છે પરંતુ યોગ્ય વહીવટના આભાવે વિક્ષેપ ઉભો થતા છેવાડાના લાભાર્થી સુધી પૂરો લાભ મળતો નથી.
બોકસ
પરિવહન ખર્ચનો બોજો આંગણવાડી વર્કરના ખંભે
આંગણવાડી વર્કરને એમ.એમ.વાય. યોજનામાં આવતો જથ્થો આંગણવાડી સુધી પહોચાડવા પરિવહન માટે ઘરના ૨૦૦થે ૩૦૦ રૂપિયા ભોગવવા પડે છે,
બોકસ
4 થી વધુ કિલોમીટર દુર રેશનીગની દુકાને ખાવા પડે છે ધક્કા
આંગણવાડી વર્કરને એમ.એમ.વાય. યોજનામાં આવતો જથ્થો લેવા માટે આંગણવાડીથી દુર 4 થી વધુ કિલોમીટર દુર રેશનીગની દુકાને ધક્કા ખાવા પડે છે.
બોકસ
વેરાવળમાં કેટલો જથ્થો આવે છે?
૧૬૭૨૮ કિલો ચણા, ૮૩૬૪ લીટર સીંગતેલ,  ૬૦૦૦ કિલો તુવેરદાળનો જથ્થો આવ્યો.
૨૩૬૪ કિલો તુવેરદાળનો જથ્થો ઘટ્યો.
બોકસ
શું કહે છે જિલ્લા પંચાયતના પોગ્રામ ઓફિસર?
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પોગ્રામ ઓફિસર હીરાબને રાજ્શાખા દ્વારા જણાવ્યા મુજબ “રેશનીગને ત્યાંથી આંગણવાડી વર્કર બહેનોએ લેવા જવાનું હોય છે” હું રજા પર છું જગત કરીને છે તેમનો સંપર્ક કરો હું તમારા નંબર તેમને આપી દઈશ.

IMG-20221229-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *