ગિરગઢડા તા 8
ભરત ગંગદેવ.
આ કેસની વિગતો આપતા ગીર-સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, વેરાવળમાં ગત તા.૨૧ ના ડાભોર રોડ ઉપર ટાગોર સોસાયટી નં.૨ વિસ્તારમાં ઘરમાં રહેલી એકલી યુવતી ઉપર યશ બિપીન કારીયા નામના શખ્સે હિંસક હુમલો કરી યુવતીને છરી ના ઘા મારી નાસી છુટયો હતો જયારે વિપ્ર યુવતીને ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ હતી. આ બનાવમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩પ૪ ડી, ૪પર મુજબ ગુન્હો નોંધેલ હતો.
આ બનાવના આરોપી યશ કારીયા એ વેરાવળમાં ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા અરજી દાખલ કરેલ જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળા એ દલીલો કરી જણાવેલ કે, આરોપી એ ઉગ્ર ગુનાહીત માનસ સાથે ભોગ બનનારને મારી નાખવાના ઇરાદે ઘાતક હુમલો કરેલ છે. અરજદારની માનસીક અસ્વસ્થતા હોય તો ઘરના જવાબદારોએ તેની યોગ્ય કાળજી લેવી જોઇએ જેથી આ ગંભીર હુમલો સહજતાથી લઇ શકાય નહી અને એકત્રીત કરેલ પુરાવાઓ જોતા સીધી સંડોવણી અને ગંભીર ગુનાહીત ઇરાદે પ્રસ્થાપિત થાય છે હાલમાં રાજયમાં બાળાઓ અને સ્ત્રીઓ ઉપરના આ રીતના હુમલાઓ ખુબ જ ચિંતાનો વિષય હોય જેના કારણે સ્ત્રીઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરે છે. જેથી સમાજમાં દાખલો બેસે તે માટે આવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો તપાસના છેડા સુધી પહોંચી ન શકાય અને પંચ પુરાવાને લોભ, લાલચ, પ્રલોભન કે ધાક-ધમકી આપી ફોડવાં પ્રયત્ન કરે તેવી શકયાતાઓ હોવાની દલીલો કરેલ જેને કોર્ટ એ લક્ષામાં રાખી ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી બી.એલ.ચોઈથાણીએ આરોપીની જામીન પર મુકત થવાની અરજી ના મંજુર કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
