Gujarat

વેરાવળ ખાતે સ્ટેલા મરીઝ દ્વારા ટીબીના ૩૦ દર્દીઓને ન્યુટ્રીશન કીટ અર્પણ કરાઈ

સરકાર દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫અંતર્ગત વેરાવળ સ્ટેલા મરીઝ પણ આ અભિયાનમાં સહભાગી થઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. દીપક પરમાર માર્ગદર્શન હેઠળ ટીબીના તમામ ૩૦ દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.

      નોંધનીય છે કેવેરાવળ અને આજુબાજુ વિસ્તારમા પણ ટીબી મુક્ત કરવાની નેમ સાથે નિયમિત પણે તબીબો સાથે વાતચિત કરી દર્દીઓને કોઈ મુશ્કેલીન પડે તે અંગે ચર્ચા પણ કરવામાં આવતી હોય છે.

           આ તમામ દર્દીઓને સ્ટેલા મેરીઝ  દ્વારા આમંત્રણ આપી અને તમામને ન્યુટ્રીશન કીટ અર્પણ કરાઈ હતી. આ તમામ દર્દીઓને નિયમિતપણે ન્યુટ્રીશન કીટ અપાશે. છેલ્લા ૬ વર્ષ કીટ આપે છે અને જરૂર પડ્યે તબીબની સલાહ પ્રમાણે આગળના દિવસોમાં પણ ન્યુટ્રીશન કીટ આપવાની જરૂર પડશે તો પણ પૂરી પાડવામાં આવશે..

આ તકે જિલ્લા ક્ષય અધિકારી ડો.દીપકભાઈ પરમારડીપીએસ નેન્સીબેન સોલંકી વેરાવળ-પાટણ નાં ટીબીએચવી શ્રી હરિભાઈ અને આરોગ્ય શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

tb-kit.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *