Gujarat

વેરાવળ ગામના યુવા સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા ની ઉપસ્થિત માં આંગણવાડીઓ માં નાના ભૂલકાઓ ને પ્રવેશ અપાયો.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામની આંગણવાડી ઓ માં નાના ભૂલકાઓ નો કલરવ ગુંજવા લાગ્યો છે. જેમાં અક્ષરધામ. શાન્તિધામ સોસાયટી. તેમજ સર્વોદય. હાઉસિંગ,સહીત ના વિવિધ વિસ્તારો ની આંગણવાડી માં ભૂલકાઓ ને પ્રવેશ અપાય રહ્યો છે. જેમાં કોરોના ની મહામારી ના કારણે 2 વર્ષ થી આંગણવાડીઓ બંધ હતી જે માં આંગણવાડીમાંઓ આજે બે વર્ષ પછી બાળકોના કલરવ સાથે અક્ષરધામ આંગણવાડી ની દીવાલો ગુંજી ઉઠી હતી. જેમાં આં પ્રસંગે ખાસ ઉપસ્થિત વેરાવળ ગ્રામ પંચાયતના સરપચ શ્રી રવિરાજ સિંહ જાડેજા તેમજ તલાટી મંત્રી સત્યમ ભાઈ દવે અને વેરાવળ ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી કેવિનભાઈ મારવનિયા અક્ષર ધામ ટાઉનશિપ ના શ્રી પ્રમુખ ગીરીશભાઈ કોરડિયા તથા રીટાબેન મારવનીયા તથા આંગણવાડી ના કાર્યકર બહેનો જાગૃતીબેન રાઠોડ તેમજ સહાયક કાજલબેન નિમાવત સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1645087758933.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *