Gujarat

શાપર ના અશ્વિનભાઇ ગઢીયા દ્વારા ચકલી ના માળા અને કુંડા નું વિતરણ કરાયું.

કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ ના કરમેશ્વર એપાર્ટમેન્ટ ના બિલ્ડર અને તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા દ્વારા ગત રોજ તેમના ઢોલરા રોડ પર આવેલ કરમેશ્વર પાર્ક ખાતે ચકલી ના માળા અને કુંડા નું વિતરણ કરાયું હતું જેમાં આજુબાજુ સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા ટોટલ 1111 ચકલી ના માળા અને કુંડા સહીત નું વિતરણ કર્યું હતું આ સાથે અશ્વિનભાઇ દ્વારા શાપર-વેરાવળ માં ઉનાળો હોવાથી પસાત વિસ્તારો માં ફ્રી પાણી વિતરણ પોતાના ટેન્કર દ્વારા સેવા આપવામાં આવે છે.જેમાં આ તકે શાપર-વેરાવળ ના પત્રકાર પંકજ ટીલાવત કમલેશ વસાણી તેમજ એડવોકેટ ધનસ્યામ ભાઈ ખીમસુરીયા. મુકેશભાઈ ગોંડલીયા. ભીખુભાઇ રહાની સહીત ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1650523699769.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *