રાજકોટ ના શાપર-વેરાવળ માં ખાનગી ચેનલ ના પત્રકાર જેનીશ નકુમ ને ત્યાં અહીંયા આવેલ ગાયત્રી હોસ્પિટલ માં તા.9/7/22 ના રોજ લાડકી દીકરી નો જન્મ થતા નકુમ પરિવાર માં હર્ષ ની લાગણી ફેલાય હતી. તેમજ
ગાયત્રી હોસ્પિટલ હાલ 15 વર્ષ થી કાર્યરત છે. હાલતો અહીંયા રાજકોટ,ચોટીલા,થાન,સુરેન્દ્રનગર,વાંકાનેર,મોરબી,પડધરી,લોધિકા,કોટડા સાંગાણી,સરધાર,ગોંડલ,કાગવડ જેવા દૂર ના મુખ્ય મથકો અને એને સમગ્ર ગામડાઓ માંથી પણ ડિલિવરી ના દર્દી પણ આવતા હોય છે, હાલ 15 વર્ષ થી ગાયત્રી હોસ્પિટલમાં 4000 થી પણ વધારે નોર્મલ ડિલિવરી થઈ ચૂકી છે. લગભગ આજુ બાજુ ના નજીક ના 40-45 ગામ માંથી દર્દીઓ ડિલિવરી માટે અહીંયા આવે છે. વધુમાં નોર્મલ ડીલેવરી ના સ્પેશિયાલિસ્ટ, ફક્ત નોર્મલ ડિલિવરી ની સુવિધા, સ્ત્રીઓ ને લગતી ઓપરેશન સિવાય ની સુવિધાઓ, જનરલ પ્રેક્ટિસ સહીત કરાવવામાં આવે છે. જેમાં
શાપર-વેરાવળ ના ગાયત્રી હોસ્પિટલ ના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ,અને શાપર-વેરાવળ ના પત્રકારો પંકજ ટીલાવત, ચીમન મહિડા,કમલેશ વસાણી,મિલન મહેતા,સહીત નાઓ એ પત્રકાર જેનિશ નકુમ અને પરિવાર ને પત્રકાર એસોસિએસન દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


