શાપર-વેરાવળ શહેર માં નવલા નોરતા નો પ્રારંભ થયો છે. ભક્તો નવ દિવસ માતાજી ની આરાધના કરશે.શાપર-વેરાવળ તેમજ આજુબાજુ ગામોમાં પણ નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી રહેલ છે.જેમાં શહેર ની વિવિધ વિસ્તાર ની ગરબીઓ માં નવ દિવસ ભાવિકો માતાજી ની આરાધના કરશે તેમજ શાપર ગામની ગરબી, તેમજ મામાં સાહેબ મંદિર,વેરાવળ રામજી મંદિરે ખાતે યોજાતી ગરબી, અક્ષરધામ સોસાયટી માં અને વેરાવળ મેઈન રોડ પર ની નવદીપ મોલ નજીક ની, તેમજ સર્વોદય સોસાયટી તેમજ વેરાવળ ગામ અંદર ની, નાની મોટી સૌ ગરબીઓ આકર્ષણ નું કેન્દ્ર રહશે.જેમાં પ્રાચીન તેમજ અર્વાચીન અને સ્પેશલ ભુવા રાસ સહીત અવનવા રાસ ગરબાઓ યોજાશે.ખેલૈયાઓ મન મૂકી ઝુમી રહ્યા છે. જેમાં વેરાવળ ના ગાયત્રી મંદિર નજીક યોજાતી ગાયત્રી ગરબી માં તો દરરોજ સામુહિક માં રાષ્ટગીત નું ગાન કરીને મા ની આરાધના કરાય છે.જેમાં શાપર-વેરાવળ ના Psi S.J. રાણા સાહેબ ના માર્ગદર્શન મુજબ દરેક ગરબીઓ માં પોલીસ સહીત GRD જવાનો નું સતત નવે નવ દિવસ ફ્રૂટ પેટ્રોલિયમ રહશે તેમજ આવારા તત્વો ઉપર પણ બાજ નજર રાખી કાયદાઓ નું ભાન કરાવાશે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


