Gujarat

શ્રમિક મહીલાઓ સાથે રક્ષાબંધન ઉજવતાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલો જનતા બાગ કે જે હવે પંડિત દિનદયાળ ઉપાધ્યાય બાગ તરીકે ઓળખાય છે તેમાં છેલ્લા એક વર્ષથી બગીચામાં ધાસ ઉગી નીકળ્યું હતું. શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવતાં બગીચામાં સતત વરસાદના કારણે ચારે બાજુ ધાસનું જાણે કે જંગલ થઈ ગયુ હોય તેવી સ્થીતી બની ગઈ હતી. મોર્નીંગવોક કરવા આવનાર લોકો અને સાંજના બગીચામાં ટહેલવાં આવતાં નાગરીકો બગીચાની દુર્દશા જોઈ દુખી થતાં હતાં. આ સમયે મોર્નીંગ વોક માટે આવેલા સુરેશ પાનસુરિયાને ધ્યાને આ બાબત આવતા તેમણે એક સાથે ૨૫ જેટલી શ્રમિક મહીલાઓને બગીચાના ધાસ કટીંગ અને બીજી સફાઈ માટે મોકલતાં બગીચાની જાણે કે સિકલ ફરી ગઈ છે. સુંદર અને આકર્ષક બગીચો લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બની ગયો છે. બગીચામાં ધાસ કાપતી મહીલા શ્રમીકો સાથે આજે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. બહેનો પાસે રાખડી બંધાવી તેમના જીવનમાં સુખ શાંતી રહે તેવી શુભેચ્છા પાઠવી. આ ઉપરાંત આ મહિલાઓને સુરેશ પાનસુરિયાએ વચન આવ્યુ છે કે કોઈ પણ પરિવારમાં દિકરીઓને અભ્યાસ માટે કે બીજી કોઈ જરુરિયાત પડે તો ગમે ત્યારે સુરેશ પાનસુરિયાના કાર્યાલયનો સંપર્ક કરવો. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે શ્રમીક મહિલાઓને ફળાહાર વગેરે કરાવી સુરેશ પાનસુરિયાએ બગીચાને વધુને વધુ સુવિધા સભર કરવાનો સંકલ્પ કર્યો છે.

IMG-20220811-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *