।।મકરસંક્રાંતિ પર્વની રંગેચંગે ઉજવણી।।
ગિરગઢડા
ભરત ગંગદેવ
મકરસંક્રાંતિ પર્વ એટલે દાન પુણ્ય નું ખુબજ મહત્વ રહેલું છે આ દિવસે અમદાવાદ ખાતે વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ ના રાષ્ટ્રીય અધ્યક્ષ દિપક વી. શર્મા અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી આસીત એસ પાંડેજી ના અનુસાશાન થી અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અવધેશ ભાઈ પટેલ દ્વારા ખુબ જ સુંદર કાર્ય જીવમાત્ર ની સેવા એવા શુભ આશયથી સમગ્ર સદસ્ય વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ પરિવાર તરફથી ટીમ વર્ક કરીને છેલ્લા બે દિવસોથી તનતોડ મહેનત કરી સહુ ભાઈઓ ભારે જહેમત ઉઠાવી હતી
ગરમાગરમ સવારે અને સાંજે ફુડ વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ બાળકોને તેમજ ગરીબ પરિવાર ને કડકડતી ઠંડીમાં ગરમ શાલ ઓઢાડી ને એમની સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી
સવારથી સાંજ સુધી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર નાં દરેક સભાસદસ્યો ના ચહેરા ઉપર અનેરો ઉત્સાહ અને આનંદ ની અનુભૂતિ જોવા મળી હતી બે દિવસ અમદાવાદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ફરીને ગરીબ જરૂરીયાત મંદ પરિવાર ને ગરમ શાલ નુ વિતરણ કરવામાં આવશે.
દિપકભાઈ શર્મા,આશિત ભાઇ પાન્ડે જી,સીમા શર્મા,સંજય ભાઇ પરિહાર, રાહુલભાઇ પ્રજાપતિ, અવધેશ ભાઇ પટેલ,અજય ભાઈ ગોંડ,સોમનાથ સોલંકી,ગણપત ભાઈ પટની,ભરત ભાઈ ગુપ્તા તેમજ અન્ય સભ્યો. એ ભારે જહેમત ઉઠાવી હતી
સાંજે સરૂચિ ભોજન કરીને છુટાં પડ્યાં હતાં


