Gujarat

સદનસીબે મોટી દુર્ઘટના અટકી ગઈ શૂળીનો ઘા સોયથી ટળી ગયો. આમ તો આને સત્કર્મનું ભાથું જ ગણાય. સોનિક જવેલર્સ પરિવાર આમ તો શહેરમા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં તારીખ ૨૨ જૂનના દિવસે શહેરના ખ્યાતનામ જવેલર્સ શો રૂમ સોનિક જવેલર્સના શો રૂમ હાલ જ શિફ્ટ થયો છે. ત્યાં સાવરકુંડલા શહેરમા બપોરના એક વાગ્યા આસપાસ આ વિસ્તારમાં લાઈટ જતાં સોનિક જવેલર્સના શો રૂમમાં જનરેટર સેટ ચાલું કરેલ. જો કે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જ આ જનરેટર પણ ઈલેકટ્રીક રૂમની બાજુમાં જ છે. પરંતુ ઈલેકટ્રીક રુમની બાજુમાં પાણી રૂમ હોવાથી કર્મચારીગણના રાજુભાઈ, વિપુલભાઈ પાણી પીવા જતાં તેમને ચક્કર આવેલ. તે રૂમમાં ધુમાડાના નિકાલ માટેની પણ વ્યવસ્થા હતી  છતાં તેમને અસર થઈ. ત્યાર બાદ અન્ય કર્મચારી બહેનો ક્રિષ્નાબેન, પાયલબેન, નેહાબેન, દિપાલીબેન, વગેરે પણ પાણી રૂમમાં પાણી પીવા જતાં તેઓને પણ હળવી અસર થતાં તાત્કાલિક ધોરણે શો રૂમના માલિક પરેશભાઈ હિંગુને આ બાબતની જાણ થતાં તમામ અસરગ્રસ્ત કર્મચારીઓને યુધ્ધના ધોરણે સાવરકુંડલા શહેરની સરકારી હોસ્પિટલ કે. કે. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા અને ત્યાં હોસ્પિટલમાં જ ખૂબ કાર્યકુશળ તબીબી કર્મચારીઓ દ્વારા સર્વોત્તમ તબીબી સારવાર કરવામાં આવતાં માત્ર બે કલાકના પ્રાથમિક સારવાર બાદ અસરગ્રસ્ત તમામ કર્મચારીઓ સ્વસ્થ થઈ ગયા હતાં. આ આકસ્મિક દુર્ઘટના સમયે હવેલી શેરીના વેપારીમિત્રો પણ મદદરૂપ થયા તે બદલ સોનિક જવેલર્સ પરિવારે તમામનો હાર્દિક આભાર પણ માન્યો હતો. હાલ તમામ અસરગ્રસ્ત કર્મચારીઓ સ્વસ્થ થઈ ગયા છે અને શો રૂમ પણ રાબેતા મુજબ ચાલુ છે. તેમ કેતનભાઈ હિંગુએ એક યાદીમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *