Gujarat

સર્વ જ્ઞાતિ નિશુલ્ક નિદાન કેમ્પ

ગિરગઢડા તા
    ભરત ગંગદેવ.
શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળ ના ઉપક્રમે તારીખ ૧લી મે ‘ગુજરાત સ્થાપના દિન’ની ઉજવણીરૂપે શ્રી હાલાઇ લોહાણા મહાજન, વેરાવળ દ્વારા સર્વ જ્ઞાતિ નિશુલ્ક નિદાન કેમ્પ યોજાઇ રહ્યો છે.
જેમા વેરાવળના ગૌરવ ગણાતા લોહાણા સમાજ ના જ્ઞાતિ રત્ન સેવાભાવી વડીલ મુરબ્બી શ્રી ડોક્ટર આર જી તન્ના સાહેબ નિ વિશેષ ઉપસ્થિતિ તથા માર્ગદર્શન હેઠળ વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોશ્રીઓ MD, MBBS, ફીઝીયોથેરાપીસ્ટ, ડેનટીસ્ટ, સ્કીન સ્પેશિયલીસ્ટ, તેમજ  વિવિધ અન્ય રોગોના નિષ્ણાંત ડોકટરોશ્રીઓ દ્રારા નિદાન નિ:શુલ્ક કરી આપવામાં આવશે.
ડોક્ટર. કીરીટ જીમુલીયા  (એમ ડી ફેમિલી ફીઝીશ્યન)
ડોક્ટર. મુકેશ ચગ (આંખના રોગોના નિષ્ણાંત)
ડોક્ટર. ડીમ્પલ તન્ના (MBBS સરકારી હોસ્પિટલ ઉના)
ડોક્ટર. નિરાલી શાહ (MBBS વેરાવળ)
ડોક્ટર. મિરલ જોટવા (સ્કીન સ્પેશિયલીસ્ટ સરકારી હોસ્પિટલ વેરાવળ).
ડોક્ટર. હેમાંશુ ઉનડકટ (ડેન્ટીસ્ટ વેરાવળ).
ડોક્ટર. પ્રિયંકા નિમાવત ( MBBS).
ડોક્ટર. ડી જી ટીલાવત (MBBS).
ડોક્ટર. પ્રિતિ વિઠલાણી (ફીઝીયોથેરાપીસ્ટ).
ડોક્ટર દીશા વિઠલાણી (BHMS, ડાઈટ એન્ડ ન્યુટ્રીશન).
રીપોર્ટ તથા સંકલન માટે કીશન ગોહેલ સેવા આપશે..
નામ નોંધાવવા માટે 8160047514 પર સંપર્ક કરશો.
 સાથે ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ શાખા ના ચેરમેન શ્રી કીરીટ ઉનડકટ ના સહકાર થી બ્લડ ગ્રુપીંગ, બ્લડ લીસ્ટીંગ, ચક્ષુદાન સંકલ્પ પત્ર તથા થેલેસેમીયા ટેસ્ટ પણ નિશુલ્ક રાખવામાં આવેલ છે જે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા નિ લેબ ટેકનિશ્યન ટીમના  રજનિકાંત લાખાણી, પરાગ ઉનડકટ, જીતેશ સિરોદરીયા, હર્ષ પટેલીયા દ્વારા સેવા પુરી પાડવામાં આવશે.
થેલેસેમીયા નાબુદ અભિયાન અંતર્ગત લગ્ન કે સગાઇ ઇચ્છુક યુવક યુવતીઓએ અવશ્યપણે આ ટેસ્ટ કરાવવો જ જોઇએ. જે ટેસ્ટનો ખર્ચ સારી પ્રાઇવેટ લેબોરેટરીમા કરવામાં આવે તો પાંચસો થી છસ્સો રૂપિયા થઇ શકે છે. આ કન્ફર્મેટરી ટેસ્ટ છે અને જીવનમાં એક જ વખત કરાવવાનો હોય છે. થેલેસેમીયા અંગે ડર રાખવાની કોઈ જરૂર નથી. થેલેસેમીયા માઇનોર એ કોઇ રોગ નથી પરંતુ લોહીના ઘટકની ખામી છે. જેની શારિરીક કોઇ અસર હોતી નથી. પરંતુ થેલેસેમીયા માઇનોર સાથે માઇનોર લગ્ન કરે તો તેના બાળકો થેલેસેમીયા મેજર જન્મી શકવાની શક્યતા વધુ રહે છે. અને તે બાળકને જીંદગી ભર સારવાર હેઠળ જીવવું પડે છે.
 નોંધ:- થેલેસેમીયા અટકાવવા ના પ્રયત્ન ને સાર્થક કરવા થેલેસેમીયા ટેસ્ટ માટે થતો ખર્ચ શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળ તથા ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી આપશે માટે અગાઉ થી આપનુ રજિસ્ટ્રેશન કરાવા અનિષ રાચ્છ ના મોં.નં 9898042042 પર સંપર્ક કરી નામ નોંધાવવુ.
કેમ્પ નિ તારીખ 01/05/2022 રવિવાર.
 સમય સવારે 10:00 થી 2:00 સુધી.
સ્થળ :- શ્રી લોહાણા મહાજન વાડી સટટ્ટા બજાર વેરાવળ ખાતે લાભ લેવા જણાવાયું છે.
આયોજક
શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળ
વિક્રમ વિ. તન્ના
 પ્રમુખ
 મુકેશ રૂપારેલિયા
 ઉપ પ્રમુખ
શ્રી લોહાણા યુવક મંડળ, આરોગ્ય સમિતિ. તથા કારોબારી સમિતિ ના સભ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *