Gujarat

સહકારી મંડળીઓ પરના ટેક્સ અને સરચાર્જ ઘટાડાયા

ગાંધીનગર
બજેટમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે સહકારી મંડળીઓ પરનો અલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ જે અગાઉ ૧૮ ટકા હતો એ ૧૫ ટકા કર્યો છે. આ ઉપરાંત ૧૦ કરોડ સુધીનું કામકાજ કરતી સહકારી મંડળીઓમાં સરચાર્જ જે ૧૨ ટકા હતો એ ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે. રાજ્યના સહકારી મંડળીઓ અને બેંકિંગક્ષેત્રના અગ્રણીઓ આ પગલાંને આવકારતાં જણાવે છે કે સહકારી મંડળીઓના રિઝર્વમાં વધારો થશે. સહકાર મંત્રાલય અલગ કર્યા બાદ કેન્દ્ર સરકારે સહકારી વિભાગના વિવિધ પ્રશ્નોને હાથ પર લીધા હોવાનું સહકારી અગ્રણીઓ જણાવી રહ્યાં છે. આ ર્નિણય સહકારી ક્ષેત્ર માટે લાભદાયી છે, જેમ કોઇ કંપની ઝીરો નેટ પ્રોફિટ ભરે તોપણ અલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ લાગુ પડે, ગ્રોસ ઇન્કમમાંથી નેટ ઇન્કમ બાદ કરે તો ઝીરો બતાવે છે, તેમને ગ્રોસ ઇન્કમ પર ટેક્સ ભરવો પડે છે, એટલે કે કંપનીઓ જે ૧૫ ટકા ટેક્સ ભરતી હતી, જ્યારે સહકારી મંડળીઓ ૧૮ ટકા ભરતી હતી. હવે નવી જાેગવાઇને પગલે આ સહકારી મંડળીઓને ૧૫ ટકા ટેક્સ એટલે કે ત્રણ ટકા ઓછો, કંપનીઓ જેટલો અલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ ભરવો પડશે. સહકારી મંડળીઓ સમાજ માટે કામ કરતી હોય છે. તેવા સંજાેગોમાં આ જાેગવાઇથી મંડળીઓના રિઝર્વ વધશે. કેન્દ્રિય નાણા મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં કૃષિ અને સહકારી ક્ષેત્ર માટે મહત્વના લાભ આપતી જાહેરાત કરવામાં આવી છે. આ લાભથી કૃષિ અને સહકારી ક્ષેત્રના વિકાસને વેગ મળી રહેશે. આયાતી તેલીબીયા ઉપર આધાર ઓછો કરવા માટે યોજના જાહેર કરવામાં આવી છે. તેમજ કૃષિ સ્ટાર્ટ અપ માટે રોકાણ માટેના ફંડની પણ જાહેરાત કરવામાં આવી છે. રેલવે તરફથી નાણા ખેડૂતો માટે માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવશે. સહકારી મંડળીઓ ઉપર મીનીમમ અલ્ટરનેટ ટેક્ષ ધટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. તેમજ રૂપિયા ૧ કરોડથી રૂપિયા ૧૦ કરોડની આવક ધરાવતી સહકારી મંડળીઓ ઉપર સરચાર્જ ઘટાડીને ૭ ટકા કરવામાં આવ્યો છે. આ તમામ જાહેરાતથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *