Gujarat

સામાન્ય ઝઘડામાં અદાવત રાખીને યુવકની છરીના ઘા મારી ઘાતકી હત્યા કરનારની અમદાવાદ પોલીસે ઝડપી પડ્યો

અમદાવાદ
રખીયાલ વિસ્તારમાં સામાન્ય બાબત માં ખૂની ખેલાયો હતો જેમાં એક યુવકને છરીઓના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના માં રખીયાલ પોલીસે ના જાંબાઝ અધિકારીઓ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી વધુ વિગત મેળવવા માટે હાલ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. મળતી માહિતી મુજબ, રખીયાલ વિસ્તારમાં આવેલી લાલમીલ પાસે હૈદરઅલી અસરફ અલી અંશારી નામનો યુવક કોઇ કામ માટે આવ્યો હતો. તેની થોડા સમય અગાઉ સુખરામનગર પાસે રહેતા તરબેઝ ઉર્ફે તબ્બુ પઠાણ સાથે કોઇ સામાન્ય બાબતમાં બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને તબ્બુએ હૈદરઅલીને મારી નાખવા માટેનો પ્લાન ઘડ્યો હતો. આ બનાવમાં હૈદરઅલી લાલમીલ પાસે હતો ત્યારે તબ્બુ ત્યાં આવ્યો અને તેણે પોતાની પાસેની તિક્ષ્ણ હથિયાર કાઢીને હૈદરને પેટમાં મારી દીધું હતું. જેથી હૈદરને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેથી તેને સરવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે રખીયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ હત્યા કરનાર તબ્બુને ગણતરીના કલાકોમાં શોધીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

The-knife-wound-killed-me-brutally.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *