સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મેળાને મનભરીને માણતાં સાવરકુંડલા માનવમંદિરના મનોરોગી બહેનો. પૂ. સંત શ્રી ભક્તિરામબાપુ આજે મેળાની સહેલગાહ માટે આ મનોરોગી બહેનોને મેળો માણવા લાવતાં આ મનોરોગી બહેનોના ચહેરા ઉપર એક અજબ ફિલીંગ્ઝ જોવા મળી. દરેકના ચહેરા આજે આ મેળામાં ખુશખુશાલ જોવા મળતાં હતા. માનવમંદિરના સંત પૂ ભક્તિરામબાપુ એટલે માનવતાના પુજારી.. માનવમંદિર ખરા અર્થમાં એક દિવ્ય અનુભૂતિ કરાવતું એક અનોખું સ્થાન છે. અહીં જેને સમાજે તરછોડી દીધા છે તેવા મનોરોગી બહેનોની સારસંભાળ એક સ્વજનની માફક આમ કહો તો માબાપ બંનેનો પ્રેમ પૂ. ભક્તિરામ બાપુ આપી રહ્યા છે. તારીખ ૨૧ ના રોજ પૂ. ભક્તિરામ બાપુ સ્યંમ આ મનોરોગી બહેનોને આ મેળો માણવા પોતાની સાથે લઈ આવેલ. આ તમામ મનોરોગી બહેનોએ ડ્રેગન ટ્રેનની મુસાફરી કરી અને સાથોસાથ મેળામાં આઇસ્ક્રીમ સહિત અન્ય ફુડ આઈટમની મોજ માણી હતી. આ મેળામાં મનોરોગી બહેનો સારી રીતે મેળો માણી શકે તે હેતુથી સાવરકુંડલા પોલીસ વિભાગનાં પીઆઈ વાઘેલા સાહેબ પૂરી પોલીસ ટીમ સાથે મનોરોગી બહેનોનું ધ્યાન રાખવા સતત સાથે રહ્યા હતા. આમ પોલીસ વિભાગની સીધી દેખરેખ હોય ખૂબ જ સહજરીતે મનોરોગી બહેનો મેળાની મોજ માણતાં જોવા મળેલ.આમ તમામ મનોરોગી બહેનોએ મેળાની મોજ ખૂબ જ મનભરીને માણી હતી. મેળાના આયોજકોએ પણ આ મનોરોગી બહેનોનો ખૂબ જ ભાવપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો હતો અને મનોરોગી બહેનો મેળો સારી રીતે માણી શકે તે માટે ખૂબ સહકાર આપ્યો હતો. આ મેળા માણવા માટે આવેલ મનોરોગી બહેનોની સાથે ઈલાબેન પણ સાથે રહી તેની દેખરેખ રાખતાં જોવા મળેલ. આમ મેળામાં આ મનોરોગી બહેનો મેળો માણવા પધારેલ. પૂ. ભક્તિરામ બાપુ અવારનવાર આ તમામ મનોરોગી બહેનોને વિવિધ સ્થળોના યાત્રા પ્રવાસ પણ કરાવતાં જોવા મળે છે. આમ મનોરોગીનું જીવન પણ હર્યુંભર્યું રહે છે અને પૂ. ભક્તિરામ બાપુની સારસંભાળ અને સ્નેહથી અહીંથી ૧૦૬ બહેનો સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના કુટુંબીજનો સાથે સ્વગૃહે પધારેલ છે અને સમયોચિત પૂ. ભક્તિરામ બાપુના આશિર્વાદ લેવા પણ આવે છે આ જ પૂ. ભક્તિરામ બાપુનાં સ્નેહનું પ્રમાણપત્ર છે. હાલ પંચાવન મનોરોગી બહેનો આ આશ્રમમાં નિવાસ કરે છે. આમ તો પૂ. ભક્તિરામ બાપુ પણ એક અનોખી વિચારધારાને વરેલા છે. માનવસેવા એ જ સૌથી શ્રેષ્ઠ સેવા છે. એવું તેઓ સ્પષ્ટ માને છે. ગત વાવાઝોડામાં આ માનવમંદિરનું ભોજનાલયના સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયેલ. આ સંદર્ભે નવા અદ્યતન ડાઈનીંગ હોલનુ નિર્માણ કાર્ય દાતાશ્રીઓના સહયોગથી પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એક વાત કહેવાની તો રહી જ ગઈ. આપ યાત્રા પ્રવાસે નિકળો તો આ સ્થાનની એક વખત તીર્થ સમજીને મુલાકાત લેશો એટલે આપને પણ આ સંસ્થાની સેવાની સોડમનું પ્રત્યક્ષ પ્રમાણ અવશ્ય મળશે એમાં બેમત નથી. અને એક ખાસ વાત અહીં પધારનારાં તમામને પૂ. ભક્તિરામ બાપુ અતિથિ તરીકે ખૂબ જ પ્રેમ અને ઉમળકાભેર આવકારે છે.


