શ્રાવણ વદ આઠમ એટલે સમસ્ત બ્રહ્માંડના સ્વામી શ્રીકૃષ્ણનો જન્મ દિવસ અને આ જન્મદિવસને સમગ્ર ભારત વર્ષમાં જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આવી જ રીતે ધર્મ અને ઉત્સવ પ્રિય એવા બોડેલી નગરમાં પણ વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી ત્યારે બોડેલી નાં પુષ્ટિમાર્ગીય શ્રી દ્વારકાધીશ મંદિર માં પણ ગઈકાલે વહેલી સવારથી જ વૈષ્ણવ સમાજના ભાવિ ભક્તોમાં કૃષ્ણ જન્મોત્સવનો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મંદિરમાં વહેલી સવારે શ્રી પ્રભુને પંચામૃત સ્નાન તથા શૃંગારમાં તિલક ના દર્શન સુંદર કીર્તન સાથે કરી વૈષ્ણવજનો ગરબે ઘૂમી નાચી ઝુમી સકલ વિશ્વનાં નાથ પરભ્રમણ પરમાત્માના જન્મને વધાવવા માટે ઘેલા થયા હતા. મંદિર રોશની થી જળહળી રહ્યું હતું કીર્તનના ગાન સાથે વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું અને રાત્રિના 12:00 કલાકે કૃષ્ણ જન્મના દર્શન થતાં પ્રભુના જય ઘોસ સાથે પ્રભુના વધામણા કરાયા હતા અને આજે મંદિરમાં વૈષ્ણવજનોએ સોનાના પલણામાં શ્રી પ્રભુને ઝુલાવતા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ અને કર્ણપ્રિય એવા કીર્તન ના ગાન સાથે નંદ મહોત્સવની ઉજવણી ખૂબ જ ભક્તિ ભાવ અને હર્ષોલ્લાસભેર કરી આનંદવિભોર બની ધન્યતા અનુભવી હતી…
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


