Gujarat

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં બનતા સીસી રોડ અંગે કામની ગુણવત્તા અંગે ફરિયાદ ઉઠતાં આ વિસ્તારના બે સીસી રોડ કોર સેમ્પલનો ટેસ્ટિંગ રિપોર્ટ ફેઈલ આવતાં કામ નબળું થયેલ છે તે સાબિત થયુ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 આમ તો આ સીસીરોડની ગુણવત્તા અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે સરકારમાં ફરિયાદ કરતાં અંતે સત્ય બહાર આવ્યું. આ રસ્તાના કામ કરનાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતાં સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી રામદેવસિંહ ગોહિલ. પ્રજાના ટેક્સના નાણાંનું પાણી ન થવું જોઈએ. આ તો પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા કહેવાય. તેની પાયે પાયનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ એવું આમજનતામાં ચર્ચાઈ રહ્યું છે.
———————————————————————
સાવરકુંડલા શહેરમાં તાજેતરમાં બનેલા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના (યુ. ડી. પી.- 88) વર્ષ ૨૦૨૦-૨૧ તથા વર્ષ ૨૦૨૧_૨૨ હેઠળ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં બનેલાં સીસી રોડની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. અને આ સંદર્ભે ઉચ્ચ સ્તરેથી તપાસ થતાં તેનાં બે રોડનો કોર સેમ્પલનો ટેસ્ટિંગ રિપોર્ટમાં ફેઈલ આવતાં એજન્સી દ્વારા થયેલાં નબળા કામની પોલ ખુલી. સત્ય સામે આવ્યું. સાવરકુંડલા શહેરના બે સીસી રોડના કોર સેમ્પલનો ટેસ્ટિંગ રિપોર્ટ ફેઈલ આવતા સદરહુ એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. આમ તો છેલ્લાં ઘણાં સમયથી સાવરકુંડલા શહેરના નવા બનતા સીસીરોડ રસ્તા સંદર્ભે અવારનવાર કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠતાં જોવા મળેલ. આ સંદર્ભે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સરકારમાં ફરિયાદ કરતાં સત્ય સામે આવ્યું આમ કામની નબળી ગુણવત્તાથી પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થયું.

IMG-20220826-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *