Gujarat

સાવરકુંડલા શહેરનાં જનકભાઈ ઉપાધ્યાય એટલે એકવખત મળવા જેવું વ્યક્તિત્વ.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આનંદ ઉલ્લાસ અને ઉમંગના સમાચાર એ છે કે માત્ર ૫૦ વર્ષની વયે ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ અખિલ ભારત સૌરાષ્ટ્ર ત્રિવેદી સમાજના ટોચનાં સભ્યોની કમિટીએ શ્રી જનકભાઇ ઉપાધ્યાયને સર્વસંમતિથી, બિનહરિફ પ્રમુખ તરીકે સૂકાન સંભાળવા માટે મનાવવા પડ્યા, કારણ સમાજના અન્ય પ્રતિષ્ઠિત સદસ્યોની આવા માતબર મોભા  માટે તાલાવેલી- અપેક્ષા અને જેઓ બબ્બે ટર્મથી આ હોદ્દા પર સ્થિર થયા હોય તેમનાં રાજીપા વિના સ્વિકારવા જનકભાઈનુ મન નો’તુ માનતું
  જનકભાઇ અતિ ઉજ્જળ કારકિર્દી ધરાવે છે. મોટા ઝીંઝુડાના અતિ સાત્વિક, નિષ્ણાત કર્મકાંડી, નિષ્ઠાવાન માર્ગદર્શક, સર્વજ્ઞાતિમા પૂજનીય પૂજ્ય ભીમ દાદાના પુત્ર જનકભાઈ માધ્યમિક શાળાના શિક્ષણ દરમ્યાન પરમ પૂજ્ય પાન્ડુરંગ શાસ્ત્રીજીની સ્વાધ્યાય પરિવારની પ્રવૃતિ આજુબાજુના ૨ ગામોમા પહોચાડી પરિવારને ત્રિકાળ સંધ્યા અને કુટુંબ પ્રાર્થના કરતાં કરેલા, કોલેજ પૂર્ણ કર્યા પછી . . ઈ., બાયોગેસના પ્રોજેક્ટ મેનેજર, કુંડલા ગૌશાળામાં કારોબારી સદસ્યની જવાબદારી સંભાળી ત્યારની તેમની સમજણ અને કાર્યપધ્ધતિ એવી કે જે-તે ક્ષેત્રમાં કામ સંભાળવુ ત્યા ખૂંપી જવું, મૂળ સુધી જવું અને અપેક્ષાથી યે અદકેરૂ કામ કરી બતાવવું. ગૌ-માતાને બે-રહેમીથી કતલખાને વાહન મારફત લઇ જનારાઓ સામે બાથ ભીડવી, વેળા-ક-વેળાએ પોલીસની પૂછ-પરછ અને કોર્ટની મુદતો કરાતી હાજર રહેવાની કપરી કામગીરી હિમ્મત અને જવાબદારી માગી લ્યે છે. ઓછામાં ઓછા ૧૦૦૦/ થી વધુ જીવો  બચાવ્યા હશે. રાજ્ય સરકાર તરફથી આવા વિશિષ્ટ પ્રકારની સેવાઓને બિરાવતા જનકભાઇને અંગત એવોર્ડ અને રૂ. ૨૧૦૦૦/ ની રાશિ એનાયત કરવામાં આવેલ.અમરેલી જિલ્લાના તમામ ગૌ-સેવકોની સમિતિના ચેરમેન પદે રહી ૨૦૧૫થી નમુનેદાર ફરજ બજાવતા રહ્યા છે, તો વિલેઝ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તરીકે ખૂબજ ખંતથી ૨૦૧૫ થી,તેમજ બાલમુકુન્દ ટ્રસ્ટ એન.જી.ઓ. સાથે કુશળતા પૂર્વક કામ કરી રહ્યાં છે.
ગૌશાળાની જવાબદારી દરમ્યાન વિના મૂલ્યે ગૌ-મૂત્ર ઔષધાલય ટ્રસ્ટ સંમતિથી શરૂ કરી દર અઠવાડિયે ૫૦૦થી વધુ દર્દીનારાયણને સારવાર આપી પીડા મૂક્ત કરેલાં. વિશ્વ-હિન્દુ પરિષદના સાવરકુંડલા તાલુકાનાં મંત્રી તરીકે ૩ વર્ષ, વિલેઝ એજ્યુકેશન ટ્રસ્ટ ના ચેરમેન ૨૦૧૬ થી, તો ૨૦૦૫થી બાલમુકુન્દ સેવા ટ્રસ્ટ એન.જી.ઓ. ના ચેરમેન તરીકે નોંધપાત્ર કામગીરી નિભાવી રહ્યા છે. તો મહાત્મા ગાંધી ધર્મશાળામાં કારોબારી સમિતિના સદસ્ય તરીકે રહી ઘણા-બધા મુશ્કેલ પ્રશ્નનોનો બહાદૂરી પૂર્વક નિકાલ કરી ટ્રસ્ટનો વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરેલ છે. ગાયત્રી શક્તિપીઠ સાવરકુંડલાના મેનેજીંગ ટ્રસ્ટીનો હોદ્દો સંભાળ્યા પછી મંદિરનો કાયાકલ્પ,દર્શનાર્થી માટે પરિસરમાં સુંદર બેઠક વ્યવસ્થા,નવા મોટા ભોજનાલય, ૪૫૦ થી વધુ વૃક્ષોનુ વાવેતર અને ઉછેર,અસંખ્ય યજ્ઞોનું સફળ આયોજન, ૧૫૦ થી વધુ વિવાહ જેમાં જરિયાતમંદ કુટુંબની કન્યાઓને પાનેતર પણ વિનામૂલ્યે ચઢાવ્યાં, ૨૦૧૭માં સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા સ્થાનિક જ્ઞાતિના ચેરમેનની ધુરા સંભાળીને ગાયત્રી માતાની કૃપાથી અને પોતાની આગવી સૂઝ-બૂઝ થી રુ. ૩ કરોડ થી વધુ ભંડોળ એકઠું કરી મેવાડા જ્ઞાતિવાડીનું નમૂનેદાર અધ્યતન ત્રણ માળનું વિશાળ બિલ્ડિંગ નિર્માણ કર્યુ, જ્ઞાતિજનોને વર્ષમાં ૪ વખત ભોજન- પ્રસાદ, નહિ નફો નહિ નુકશાનના ધોરણે પ્રવાસ, શિયાળામાં પૌષ્ટિક અડદિયા, વગેરે સમાજ ઉપયોગી પ્રવૃત્તિને વેગ આપ્યો.ગત વર્ષે શ્રી નૂતન કેળવણી મંડળમાં કારોબારી સદસ્યોના ચેરમેન તરીકે નિમણૂંક સ્વીકાર્યા પછી ટ્રસ્ટની દરેક સંસ્થાના સ્ટાફ સાથે સુમેળભર્યા સંબંધો વિકસાવી શિક્ષણના ક્ષેત્રમાં પોતાની સૂઝ-બૂઝથી નિરાકરણ લાવતા રહ્યા છે. આ બધી જ પ્રવૃતિથી પ્રભાવિત થઇ શ્રી અખિલ ભારતીય સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા સમાજે શ્રી જનકભાઈ ઉપાધ્યાયને પ્રમુખ તરીક કાર્યભાર સંભાળવા સંમત કર્યા. તેમના નિકટના
મુકુંદભાઇ નાગ્રેચા, જયંતિભાઇ વાટલીયા, એ.ડી.રૂપારેલ, કનુભાઇ ગેડીયા, અષ્ટકાન્ત સૂચક વગેરે અગ્રણીઓએ જનકભાઈની આ સિધ્ધિઓને બિરદાવી હતી. જનકભાઈની સાથે સંપર્કમાં આવ્યા પછી એક વાત તો ચોક્કસ કહી શકાય કે જનકભાઈ એક મજાનું વ્યક્તિત્વ ધરાવતાં માણસ છે.

IMG-20221229-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *