સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા પણ આજથી અહીં અર્બન હેલ્થ સેન્ટર ખાતે બીજો ડોઝ લીધાને ૯ માસ થઈ ગયા હોય તેવાં ફ્રન્ટ લાઇન વર્કર્સ (મામલતદાર ઓફિસ સ્ટાફ, તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફ, પોલીસ , હોમગાર્ડ, grd, શિક્ષકો) તમામ કે જેને બીજો ડોઝ લીધાને ૯ મહિના થઈ ગયેલ છે તે તમામને ત્રીજો ડોઝ પ્રી કોશન ડોઝ ( સાવચેતીનો ડોઝ) આપવાનો થાય છે. હેલ્થ કેર વર્કર્સ (આરોગ્ય સ્ટાફ, આશા, આંગણવાડી સ્ટાફ, ખાનગી હોસ્પિટલ સ્ટાફ) તમામ કે જેને બીજો ડોઝ લિધા ને ૯ મહિના થઈ ગયેલ છે તે તમામને ત્રીજો ડોઝ – પ્રિ કોશન ડોઝ ( સાવચેતીનો ડોઝ)આપવાનો પ્રારંભ થયો છે. એ સંદર્ભમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન સાવરકુંડલાના પ્રમુખ અને શહેરનાં ગણમાન્ય અગ્રણી તબીબ ડો. જીતેન્દ્ર વડેરા સાહેબ તથા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળા તથા તેમના ધર્મપત્ની આ ત્રીજા વેક્સિનેશન રસીકરણના ડોઝ લેતાં નજરે પડે છે. આમ પણ હવે રસીકરણ એ જ ઈલાજ છે કોરોનાને માત આપવાનો. આ અભિયાનને સફળ બનાવવા માટે અર્બન હેલ્થ સેન્ટરનાં ડો. મયૂર પારઘી સમેત અન્ય કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.


