સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા છેલ્લા ૧૭ વર્ષથી ઉતરાયણ પર્વ પર પતંગના ઘાતક દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી કુદરતના ખોળે ખેલતા કરી દે છે. ગુજરાત સરકારશ્રીના કરૂણા અભિયાન અંતર્ગત આ ટ્રસ્ટ વન વિભાગ સાથે રહી ઘાયલ થયેલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરે છે. આ વર્ષે પણ વી.પી.સી.ટી.ની પુરી ટીમ ઘાયલ પક્ષીઓને બચાવવા તૈનાત કરી દેવામાં આવી છે. સાવરકુંડલા તાલુકામાં કોઈપણ જગ્યાએ પક્ષી ઘાયલ થયેલું આપના ધ્યાને આવે તેના માટે તાત્કાલિક સારવાર માટે ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા ચાલું કરી દીધી છે. સાથે સાવરકુંડલાના વેટરનરી ડોકટરશ્રી પણ આ અભિયાનમાં અબોલ પક્ષીઓની સારવાર કરવામાં સેવા આપશે. ઘાયલ થયેલ પક્ષીઓને લઈ જવા નીચેના સંપર્ક પર કોન્ટેક કરવો. સતિષભાઈ પાંડે – ૯૯૭૯૭૪૧૦૬૧
મયુરભાઈ ભેડા – ૭૯૮૪૮૩૬૪૪૮ સાવરકુંડલા કંટ્રોલરૂમ:
વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ,નાગરીક બેંકની સામે, આદર્શ ફુલહાર, સાવરકુંડલા.


