સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આજે બપોર સુધી ધોમધખતો ઉનાળાનો પ્રખર તાપ જોવા મળેલ. પરંતુ અચાનક બપોરે ત્રણ વાગ્યા પછી વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. ઠંડા પવનો વંટોળ અને ઘડીભર ગરમ પવનો વાતા જોવા મળેલ. સૂરજદાદા વાદળોમાં છૂપાયને સંતાકૂકડી રમતા જોવા મળેલ. એકંદરે આજનું સવારથી બપોર સુધીનું વાતાવરણ અને બપોરે ત્રણ પછીના વાતાવરણમાં ઘણો ફરક જોવા મળતો હતો.. આમ આ બદલતું વાતાવરણ પણ હવે પર્યાવરણ માટે નુકસાનકારક તો અવશ્ય ગણાય.. જો કે હજુ પણ લોકો પર્યાવરણની જાળવણી માટે ઘણા બેદરકાર હોય તેનું જ આ પરિણામ નહીં હોય કે શું ?? એ તો રામ જાણે.!! જો કે ચૈત્ર માસમાં આવું વાતાવરણ ઋતુ ચક્ર માટે સારું તો ન જ ગણાય. આવી ઋતુનો પરિચય પણ થોડો સામાન્ય જનને મુંઝવણમાં મૂકી દેતો હોય છે.

