સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકે લાગૂ પાય બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય, સાવરકુંડલાની સરકારી શાળા નંબર ૨ કન્યાશાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી . પ્રથમ વિદ્યાવાહિની માતા શારદાને પુષ્પહાર,દીપ પ્રાગટય કરી સરસ્વતી વંદના કરવામાં આવી હતી. ત્યાબાદ આચાર્ય શ્રી ભારતીબહેન અને શાળાના ગુરૂજીઓને કુમકુમ તિલક કરી પુષ્પ અર્પણ કરી ગુરૂ આશિષ બાળાઓએ મેળવ્યા હતા અને વાલીગણમાંથી માતૃવંદના કરવામાં આવી હતી જેમાં માતાઓ ભાવવિભોર બની ગયા હતા. ત્યાર બાદ દરેક બાળકોને શાળાના સ્ટાફ, વાલીને તાજીખારેક આચાર્ય શ્રી ભારતીબહેન દ્વારા આપવામાં આવી હતી . દરેક બાળકોને ગુરૂ મહિમા અને ગુરુનું આપણાં જીવનમાં સ્થાન વિષે દ્રષ્ટાંત સાથે વર્ણન કરવામાં આવ્યું હતું.

