Gujarat

સાવરકુંડલા શહેરમા વ્યાયામમંદિર પાસે આવેલ નાવલી નદીના પુલ પર પશુઓનો જમાવડો અને પુલ પર એકતરફ રેલીંગ ન હોવાને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ વ્યાયામમંદિર પાસે આવેલા પુલ પર રખડતાં પશુઓનો જમાવડો. એક તો પુલ, બીજું એક સાઈડ  રેલીંગ નથી અને ત્રીજું આ રખડતાં ભટકતાં પશુઓ અડધો રસ્તો રોકીને બેઠાં હોય અને વળી આ વિસ્તારમાં આવેલી શાળાના બાળકો સમેત અનેક વાહનચાલકોનો રસ્તો હોવાથી અહીં ટ્રાફિક સમસ્યા સર્જાય છે વળી એક તરફ  રેલીંગ ન હોવાને કારણે વાહનચાલકોને પુલ પરથી નીચે ગબડવાનો ભય રહે છે. ચાલો એક વાત સ્વીકારીએ કે મુંગા અબોલ પશુઓને કોઈ ટ્રાફિકની સમજણ ન હોય પરંતુ તંત્રને તો ખ્યાલ આવે જ કે અહીં અવારનવાર આ પશુઓના જમાવડાને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળે છે. વળી હમણાં થોડા સમય પહેલાં જ એક વાહનચાલકોનું વાહન શહેરમાં નદી પરના પુલ પર રેલીંગ ન હોવાને કારણે નદીના પટમાં ખાબકેલું સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ આવી ઘટનાઓ તંત્રની વ્યવસ્થાની ખામી તો અવશ્ય દર્શાવે છે. મોટા મોટા ભાષણો કરવા મંત્રીઓની પાસેથી ખાતા પરત લેવા જેવી બાબતોની જેમ આ રખડતાં પશુઓની પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ઘણી વખત જાહેર રસ્તા પર જ બે આખલા લડાઈ જેવી  ઘટનાઓ પણ જોવા મળે છે. ત્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે? એવું લોકો અંદરો અંદર ચર્ચા કરતાં જોવા મળે છે. આવી પરિસ્થિતિનો ક્યાસ કાઢી તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવું આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પણ અપેક્ષા રાખી રહ્યા છે

IMG-20220825-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *