સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક,તથા ભવ્યો લોકડાયરો, લાઈવ રામા મંડળ સહિતના કાર્યક્રમો યોજાશે..
ગિરગઢડા તા 29
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલ મગાજડી ભવાની માતાજીના મંદિર ખાતે ગામ સમસ્ત દ્વારા રવિવાર થી શ્રીમદ દેવી ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરાયું છે જેમાં તારીખ 1/5/22 થી 9/5/22 સુધી શ્રીમદ્ દેવી ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરેલ છે. દેવી ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ ના વ્યાસપીઠ કાશીના વિદ્વાન પુરાણાચાયૅ પ.પુ.શ્રી ક્રિષ્ન પ્રસાદ જાની આચાર્ય શ્રી બિરાજીને કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમ ની રૂપરેખામાં દેવ પુજન, પોથીયાત્રા, કથામહાત્મય,શુકદેવજી પ્રાગટ્ય તા.1/5/22 ને રવિવાર સાંજે 6 કલાકે તથા રામ જન્મ તા.2/5/22 ને સોમવાર તથા કૃષ્ણ જન્મ/નંદોઉત્સવ તા.3/5/22 ને મંગળવાર તથા જંગદબા પ્રાગટ્ય તા.4/5/22 ને બુધવાર તથા ચંડમુડનો વધ
તા.5/5/22 ને ગુરુવાર તથા વિર માંધાતા ની ઉત્પત્તિ તા.6/5/22 ને શુક્રવાર તથા ગંગા ઉતરણ ની કથા
તા.7/5/22 શનિવાર તથા
રૂક્ષ્મણી વિવાહ તુલસી વિવાહ તા.8/5/22 ને રવિવાર તથા કથા વિરામ અને યજ્ઞ તા.9/5/22 ને સોમવાર તથા લાઈવ રામા મંડળ તા.8/5/22 ને રવિવારે રાત્રિના 10 કલાકે ભવ્ય લોકડાયરો,સંતવાણી કાર્યક્રમ તા.9/5/22 ને સોમવારે રાત્રિના 10 કલાકે તેમનાં કલાકારો પિયાબેન શિંગળ તથા વિજય ભાઈ ગઢવી તથા લખમણભાઇ તેમજ તેમનું સાંજીદા ગ્રુપ પોતાની મધુર સંગીતવાણીમાં રસપાન કરાવશે.
જેમાં આ કથામાં આશીશર્વચન પાઘેશ્વરી આશ્રમ ના મંહત ઉપવાસી કરસનદાસબાપુ પાઠવશે.
જેમાં જ્ઞાન યજ્ઞ માં અતીથી વિશેષ સાંસદ રાજેશભાઇ ચુડાસમા જુનાગઢ,ગીર સોમનાથ તથા તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,ઉના ના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા,ધામળેજ ગામ પંચાયત ના સરપંચ ઓઘડભાઈ વાળા, લાહ તળાવ ના મહંત કુદંનગીરી બાપુ ખાસ હાજરી આપ છે.આ દેવીભાગવત કથા નો સમય સાંજે 3 થી 6 વાગ્યા સુધી રાખેલ છે તેમજ આ દેવી ભાગવત સપ્તાહમાં દરરોજ સાંજે શ્રોતાજનો ને મહાપ્રસાદ આપવામાં આવશે.આ
દેવી ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ નુ સ્થળ મગાજડી ભવાની માતાજીના મંદિર ખાતે રાખેલ છે તો આ દેવી ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ નો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા સમસ્ત ધામળેજ ગામ તથા ભકત મંડળ દ્વારા અનુરોધ કરાયો છે…


