સુરત
એક વર્ષ પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. કામરેજની મેક્સ સ્પેસ લોજીસ્ટિકમાં કલાર્ક તરીકે નોકરી પર લાગ્યા હતા. ૩૧ મીની રાત્રે અચાનક ઘરે આવેલા વતનવાસી નવીન બલવંતસિંહ પુનિયા દારૂના નશામાં હતા. જાેર જાેરથી ગાળો આપી એલફેલ બોલી રહ્યા હતા. માથાકૂટથી દુર રહેતા વિનોદભાઈએ ઘરમાં રહેવાને બદલે બહાર નીકળી ક્યાંય ચાલી જવાનું ઉચિત સમજી નીચે ઉતરતા જ એમની ઉપર હુમલો થયો હતો. નવીનભાઈના હુમલામાં વિનોદભાઈને ગંભીર ઇજા થઇ હતી. લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડેલા વિનોદભાઈને જાેઈ હુમલાખોર નવીન ભાગી ગયો હતો. ત્યારબાદ વિનોદભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.કામરેજના ઉભેંળ ગામમાં સાથી વતનવાસીએ ટ્રાન્સપોર્ટના કર્મચારીને ઢીકકા-મુક્કી અને લાકડાના ફટકા વડે ફટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક રાજસ્થાનના રહેવાસી અને એક વર્ષ પહેલાં જ સુરત જિલ્લામાં રોજગારીની શોધમાં આવ્યા હતા. હત્યા બાદ ભાગી ગયેલા ઇસમને પકડવા પોલીસે રાજસ્થાન તરફ નીકળી હોવાનું જાણવા મળ્યું છે.


