Gujarat

સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનો ભવ્ય સમારોહ યોજાયો

સુરત
સુરત ના વેડરોડ ખાતે આવેલા વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવાનો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો હતો. ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે અને સુરત ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર જનોઈ ઉત્સવનું આયોજન થયું હતું. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના અમૃત મહોત્સવ ઉપક્રમે આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, વગેરે રાજ્યોના ૭૫ બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઈશ્વરભાઈ તથા અક્ષયભાઇ ધોળકિયાએ પોતાની માતુની પ્રસન્નતાર્થે બનાવેલ શારદાબેન અર્જુનભાઈ ધોળકિયા વેલફર ટ્રસ્ટ દ્વારા બાલ બ્રહ્મચારી બ્રાહ્મણ બટુકોને જનોઈ, વસ્ત્રદાન તેમજ તેમના પરિવારના સભ્યોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે ધર્મવલ્લભદાસજી સ્વામીએ સંસ્કૃતિના આધાર સ્તંભ બાલ બ્રહ્મચારી ભૂદેવોને કહ્યું હતું કે, તમારો બીજાે જન્મ કહેવાય. સુતરના ત્રણ તાંતણાની જનોઈ ધારણ કરવાથી તમે પવિત્ર બન્યા છો. આ પવિત્રતાને જાળવજાે. જે મુખે તમે વેદના મંત્રો, ભાગવત આદિ શાસ્ત્રોની કથાઓ, લગ્ન, ખાતમુહૂર્તો, અંત્યેષ્ટિ, શ્રાદ્ધ, પિતૃતર્પણ વગેરે કરાવવાના છો તે મુખને ક્યારે તમાકુ તેમજ બીજા કેફી પદાર્થોથી અપવિત્ર ન કરશો. કારણ તમારા મુખમાં ભગવાનનો વાસ છે. એવું તમારા પૂર્વજાે પુરુષસુક્તતના મંત્રોમાં બોલતા આવ્યા છે, તમે પણ ભવિષ્યમાં મંત્રો બોલતા હશે.

Yajnopavit-was-given-to-75-Brahmin-Batuks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *