સુરત
સુરત જિલ્લામાં કોરોના ચરમસીમા પર હોય તેમ દિન પ્રતિદિન કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં મુકાયા હતાં. ગત દિવસોમાં પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાયો હતો. ૬૩૯ પોઝિટિવ નોંધાયા હતાં, જ્યારે ૬૨ ટકાના ઘટાડા સાથે માત્ર ૨૩૮ કેસ નોંધાયા હતાં. તેની સાથે અત્યાર સુધીમાં કુલ સંક્રમીતોની સંખ્યા ૩૮૬૪૮ થઈ છે. રોજ કુલ ૨૪ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તે પૈકી સુમન શાળા-ઉધના, એલ પી સવાણી શાળા, એપેરિમેન્ટલ શાળા,એસ વી એન આઈ ટી કોલેજ, કન્યા શાળા, નાલંદા શાળા, વાડિયા વિમેન્સ કોલેજ, એપેક્ષ શાળા, રામકૃષ્ણ કોલેજ, ચંદ્રશેખર શાળા, રિવર ડેલ શાળા, સ્વામિ નારાયણ શાળા, રેડિયન્ટ શાળા તથા અન્ય શાળાઓ અને કોલેજમાં આવેલ છે. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૩૮૮ જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ડ્રેસિંગ કરવામાં આવેલ છે.સુરત શહેરમાં સતત કોરોના જીવલેણ બની રહ્યો છે. એક જ દિવસમાં ૨૪૮ કેસના ઘટાડા સાથે નવા ૧૨૨૮ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પાંચ દર્દીના મોત થયા છે. જ્યારે ૪૩૧૭ દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ ૨૬૦ કેસ નોંધાયા છે. હાલ શહેર જિલ્લામાં કુલ ૧૫૧૧૫ એક્ટિવ કેસ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે એક દિવસમાં ૧૬ ટકા કેસમાં ઘટાડો થયો છે.
